E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratKutch : ભચાઉમાં 2,06,00,000 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો, 4 મોટા ગજાના બુટલેગરો...

Kutch : ભચાઉમાં 2,06,00,000 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો, 4 મોટા ગજાના બુટલેગરો ફરાર

સ્ટેટ મોનિટરિંગ સેલે ભચાઉ હાઈવે પર રેડ કરીને 2.06 કરોડનો દારૂ જપ્ત કર્યો છે. કુલ 2.37 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. 4 આરોપી ફરાર થયા છે.
કચ્છ જિલ્લામાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતા બુટલેગરો પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ લાલ આંખ કરી છે. ભચાઉ હાઈવે પરથી એસએમસીની ટીમે બાતમીના આધારે રેડ કરીને રૂપિયા 2.06 કરોડની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. આ કામગીરીથી સમગ્ર રાજ્યના પોલીસ બેડામાં અને બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ઘટના મળતી માહિતી અનુસાર, SMC ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ભચાઉ હાઈવે પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો પસાર થઈ રહ્યો છે. ટીમે વોચ ગોઠવી તપાસ કરતા દારૂનો આ ભવ્ય જથ્થો મળી આવ્યો હતો. પોલીસ દ્વારા ઘટના સ્થળેથી 2,06,00,000 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ, વાહનો અને અન્ય સાધનો સહિત કુલ 2,37,00,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ રેડ દરમિયાન દારૂની હેરાફેરી અને સપ્લાય સાથે સંકળાયેલા ચાર મુખ્ય આરોપીઓ પોલીસને થાપ આપી ફરાર થઈ ગયા છે. SMC એ આ ચારેય બુટલેગરો વિરૂદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. કચ્છના સરહદી માર્ગો પરથી આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો, તે દિશામાં હવે ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.

જ્યારે ગાંધીનગરની SMC ટીમ કરોડોનો દારૂ પકડે છે, ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી અને ગુપ્તચર તંત્ર પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે. આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો સ્થાનિક પોલીસની નજર બહાર કઈ રીતે પસાર થઈ રહ્યો હતો, તે ચર્ચાનો વિષય બન્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments