‘પદમાવત’ બાદ સંજય લીલા ભણસાલી ફરી ઇતિહાસ રચશે. ભારતમાં પ્રથમ જ્યોર્તિલિંગ તરીકે પૂજાતા સોમનાથ મંદિરના ભવ્ય વારસાને મોટા પડદે રજૂ કરશે સંજય લીલા ભણસાલી.
બોલીવુડમાં “હમ દિલ દે ચૂકે સનમ”થી લઈને ‘પદમાવત’ જેવી ફિલ્મો બનાવનાર સંજય લીલા ભણસાલી આજે ચર્ચામાં છે. ફિલ્મી વર્તુળોમાં ચર્ચા મુજબ સંજય લીલા ભણસાલી ફરી એક ઐતિહાસિક ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ સંજય લીલા ભણસાલી ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ ડાયેરક્ટર કેતન મહેતાન સાથે એક ફિલ્મ બનાવશે. આ ફિલ્મનું નામ “જય સોમનાથ” છે, જે લોકોને ઇતિહાસના એવા સમયગાળામાં લઈ જશે જે દરેક ભારતીયને ગર્વ અનુભવ કરાવશે. ઇન્ડસ્ટ્રીમાં પ્રથમ વખત કોઈ મોટી ફિલ્મ પર બે દિગ્ગજ સંજય લીલા ભણસાલી અને કેતન મહેતા સાથે કામ કરશે.
‘પદમાવત’ બાદ સંજય લીલા ભણસાલી ફરી ઇતિહાસ રચશે તેવી ફિલ્મ વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે. એવું કહેવાય છે કે “જય સોમનાથ” ફિલ્મ ભારતમાં પ્રથમ જ્યોર્તિલિંગ તરીકે પૂજાતા સોમનાથ મંદિર પર બની રહી છે. આ ફિલ્મની વાર્તા 1025-1026 ના સમયગાળાની આસપાસ સેટ કરવામાં આવી છે. જ્યારે ગઝનીના મહમૂદે ગુજરાતના સોમનાથ મંદિર પર હુમલો કર્યો અને લૂંટ ચલાવી હતી. આ ઘટના ભારતીય ઇતિહાસમાં વિનાશ પછી ફરીથી ઉદય પામવાની શક્તિના ઉદાહરણ તરીકે અંકિત છે. આ વર્ષે આ ઐતિહાસિક હુમલા અને મંદિરના વિનાશની 1000મી વર્ષગાંઠ છે. આ ફિલ્મ દ્વારા સંજય લીલા ભણસાલી રાષ્ટ્રને તેની સભ્યતા અને હિંમતની યાદ અપાવશે. મોટા પડદા પર લાવશે “જય સોમનાથ”.

ગુજરાતના ગીરમાં આવેલ સોમનાથ મંદિર ભારતમાં સાંસ્કૃતિક જ ધાર્મિક રીતે પણ મહત્વનું છે. ભારતના ધાર્મિક વારસાનું પ્રતિબિંદ દર્શાવે છે આ મંદિર. સંજય લીલા ભણસાલીની ફિલ્મ “જય સોમનાથ” ફક્ત મનોરંજન સુધી મર્યાદિત રહેશે નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિ, બહાદુરી અને ગૌરવ પણ દર્શાવશે. આ ફિલ્મ ઇતિહાસની વરવી વાસ્તવિકતાનું ચિત્રણ કરશે. મંદિરમાં અનેક વખત મુસ્લિમ શાસકો દ્વારા કેવા ભયંકર હુમલા કરવામાં આવ્યા છતાં પણ મંદિર આજે અડિખમ છે. સોમનાથ મંદિરનો ભવ્ય ઇતિહાસ છે જેને સંજય લીલા ભણસાલી લોકો સમક્ષ રજૂ કરશે.
સંજય લીલા ભણસાલી સૌથી સફળ દિગ્દર્શકોમાંના એક છે. “જય સોમનાથ” બતાવશે શૌર્યની ગાથા જે લોકોના હૃદયને સ્પર્શી જશે. “જય સોમનાથ” નું નિર્માણ ભણસાલી પ્રોડક્શન્સ અને માયા મૂવીઝના બેનર હેઠળ થઈ રહ્યું છે. કેતન મહેતા આ ફિલ્મ લખી રહ્યા છે અને દિગ્દર્શન કરી રહ્યા છે. આ ફિલ્મ 2027 માં મોટા પડદા પર આવવાની છે અને તે વર્ષની સૌથી અપેક્ષિત ઐતિહાસિક ફિલ્મોમાંની એક બનવાની તૈયારીમાં છે.


