E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratJunagadh : લેડી ડોન કિર્તી પટેલે મહિલા PIને ખખડાવ્યા, કહ્યું, હું આરોપી...

Junagadh : લેડી ડોન કિર્તી પટેલે મહિલા PIને ખખડાવ્યા, કહ્યું, હું આરોપી નથી નીકળો અહીયાથી, મારી પાછળ ના ફરો

વિવાદિત કિર્તી પટેલનો વધુ એક વીડિયો વાયરલ થયો છે અને જૂનાગઢમાં મહિલા PI સામે દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે, જેમાં કિર્તી પટેલે પીઆઈને કહ્યું હું આરોપી નથી નિકળો.ભવનાથમાં મહિલા પીઆઇને કિર્તી પટેલે ધમકાવ્યા છે અને મહિલા પીઆઇનું જાહેરમાં અપમાન કર્યુ છે, તેમ છત્તા પીઆઈએ શાંત સ્વભાવ રાખી ત્યાંથી નીકળી ગયા હતા, કિર્તી પટેલ બબડતી રહી હતી, હું આરોપી નથી એટલે પાછળ પાછળ નહી ફરવાનું એમ કહીને જાહેરમાં ધમકાવ્યા હતા.

મહિલા પીઆઈ સામે દાદાગીરીનો વીડિયો વાયરલ થયો હતો અને પીઆઈની સામે કિર્તી પટેલ મનફાવે તેમ બોલતી હતી, હું આરોપી નથી એટલે પાછળ પાછળ નહી ફરવાનું ચલો નીકળો મારી પાછળ ના આવો એમ કહીને ધમકાવતી હતી. મહિલા પીઆઈનું જાહેરમાં કર્યું અપમાન જેને લઈ લોકોમાં પણ કિર્તી પટેલ સામે રોષ ફાટી નીકળ્યો હતો.

મહિલા PIએ શર્ટ-પેન્ટ પહેરી ભવનાથ મૃગીકુંડમાં સ્નાન કર્યુ હતુ અને મહિલા PI જયશ્રીબેન વરિયા વિવાદમાં આવ્યા છે, શર્ટ અને પેન્ટ પહેરી ડૂબકી લગાવતા રોષ જોવા મળ્યો છે અને નિયમોનું ઉલ્લંઘન થતા ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે, મૃગીકુંડમાં માત્ર સાધુઓ જ સ્નાન કરી શકે છે અને તેને લઈ તંત્રની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલ ઉભા થયા છે, સ્થાનિકોનું કહેવું છે કે, કુંડની મર્યાદા જળવાઈ નથી અને કોઈ પણ લોકો આવીને સ્નાન કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments