E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : થરાદ ટાઉનમાં માદક પદાર્થ મેફેડ્રોન સાથે બે ઈસમોની ધરપકડ

Gujarat : થરાદ ટાઉનમાં માદક પદાર્થ મેફેડ્રોન સાથે બે ઈસમોની ધરપકડ

થરાદ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ અને સઘન વાહન ચેકિંગ દરમિયાન થરાદ પોલીસે મોટી કાર્યવાહી કરી માદક પદાર્થ સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા છે.

ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રીશ્રીના માર્ગદર્શન અને ગુજરાત રાજ્યમાં એન.ડી.પી.એસ. એક્ટ અંતર્ગત અમલમાં મુકાયેલ “જીરો ટોલરન્સ” નીતિ અનુસંધાને માનનીય ડી.જી.પી. સાહેબ તથા પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ (સરહદી રેન્જ, કચ્છ-ભુજ) તેમજ વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબના આદેશ અને માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વિભાગીય પોલીસ અધિક્ષક શ્રી એસ.એમ. વારોતરિયા સાહેબ, થરાદ વિભાગના માર્ગદર્શન હેઠળ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.ટી. પટેલ, થરાદ પોલીસ સ્ટેશનના નેતૃત્વ હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા થરાદ ટાઉન વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

દરમિયાન બાતમીના આધારે મોટરસાયકલ નંબર GJ-08-DQ-8105ને અટકાવી તપાસ કરવામાં આવી. મોટરસાયકલ પર સવાર બે ઈસમોની તલાશી લેતા તેમની પાસેથી માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સનું કુલ ચોખ્ખું વજન ૨.૩૨૦ ગ્રામ (કિંમત રૂ. ૬,૯૬૦/-) મળી આવ્યું હતું.

આ ઉપરાંત,
મોબાઈલ ફોન નંગ-૨ (કિંમત રૂ. ૨૫,૦૦૦/-)
મોટરસાયકલ (કિંમત રૂ. ૫૦,૦૦૦/-)
મળી કુલ રૂ. ૮૧,૯૬૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો નોંધાઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પકડાયેલા આરોપીઓ:
સુજલ યાસિનભાઈ (ઉ.વ. ૨૨ વર્ષ), રહે. ઘોરાવાસ તા. થરાદ જી. વાવ-થરાદ
સાહિલ ગનીભાઈ (ઉ.વ. ૨૧ વર્ષ), રહે. પંચવટી તા. થરાદ જી. વાવ-થરાદ

રિપોર્ટ : દશરથભાઇ ઠાકોર વાવ થરાદ….

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments