E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGandhinagarGandhinagar : ધોરણ 10ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વની અપડેટ, આજથી હોલ ટિકિટ...

Gandhinagar : ધોરણ 10ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વની અપડેટ, આજથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 ના લાખો વિદ્યાર્થીઓ માટે એક મહત્ત્વની અપડેટ સામે આવી છે. ધોરણ-12 (સામાન્ય પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમ)ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. ત્યારે આજ(17 ફેબ્રુઆરી)થી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે. પરીક્ષાર્થીઓની હોલ ટિકિટ બપોરે 15:00 કલાકથી બોર્ડની વેબસાઇટ gseb.org પર ઉપલબ્ધ થશે. હોલ ટિકિટમાં વિષય, માધ્યમ કે નામમાં કોઈ ભૂલ હોય તો તુરંત બોર્ડની કચેરીએ જાણ કરવી અનિવાર્ય છે.

તાજેતરની અપડેટ મુજબ, ગુજરાત બોર્ડની મુખ્ય પરીક્ષાઓ 26 ફેબ્રુઆરી 2026 થી શરૂ થઈને 18 માર્ચ 2026 સુધી ચાલશે. અગાઉ જાહેર કરાયેલા સમયપત્રકમાં કેટલાક વહીવટી કારણોસર ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં 4 માર્ચની પરીક્ષા હવે 18 માર્ચના રોજ લેવામાં આવશે. ધોરણ 10 ની પરીક્ષા સવારના 10:00 થી 1:15 અને ધોરણ 12 ની પરીક્ષા બપોરના 3:00 થી 6:15 ના સેશનમાં લેવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments