E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBollywoodEntertainment : કાળા હરણના શિકાર કેસમાં 5 વર્ષની સજા મામલે સલમાનની અપીલ,...

Entertainment : કાળા હરણના શિકાર કેસમાં 5 વર્ષની સજા મામલે સલમાનની અપીલ, ન્યાયાધીશે કેસની સુનાવણી કરવાનો કર્યો ઇનકાર

સોમવારે રાજસ્થાન હાઈકોર્ટમાં કાળિયાર શિકાર કેસ સંબંધિત અપીલોની સુનાવણી થવાની હતી. પરંતુ ન્યાયાધીશે આ અપીલો પર સુનાવણી કરવાનો ઇનકાર કરતા નિર્દેશ આપ્યો હતો કે આ કેસની સુનાવણી બીજી બેન્ચ સમક્ષ કરવામાં આવે.

બોલીવુડ અભિનેતા સલમાન ખાન કોઈને કોઈ મામલે સમાચારોમાં રહે છે. હાલમાં દબંગ ખાન કોર્ટ કેસની લઈને સમાચારની હેડલાઈન બન્યો છે. સલમાન ખાનની કાળા હરણના શિકાર કેસમાં કરવામાં આવેલ અપીલ પર ન્યાયાધીશે કેસની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો. સોમવારે રાજસ્થાન હાઈકોર્ટમાં કાળિયાર શિકાર કેસ સંબંધિત અપીલોની સુનાવણી થવાની હતી. પરંતુ જસ્ટિસ બલજિંદર સિંહ સંધુની સિંગલ બેન્ચે આ અપીલો પર સુનાવણી કરવાનો ઇનકાર કરતા નિર્દેશ આપ્યો હતો કે આ કેસની સુનાવણી બીજી બેન્ચ સમક્ષ કરવામાં આવે.

વર્ષ 2018માં કાળિયાર હરણના શિકાર કેસમાં સલમાન ખાનને 5 વર્ષની સજા ફટાકારવામાં આવી હતી. જેની સામે અભિનેતાએ 5 વર્ષની સજા સામે અપીલ દાખલ કરી હતી. નોંધનીય છે કે સલમાન અને હરણના શિકારના આ કેસ 26 વર્ષ જૂનો છે. 1998 માં રાજસ્થાનમાં ફિલ્મ “હમ સાથ સાથ હૈ” ના શૂટિંગ દરમિયાન અભિનેતા સલમાન ખાન સહિત સૈફ અલી ખાન, નીલમ, તબ્બુ અને સોનાલી બેન્દ્રે પર કાળિયાર હરણના શિકાર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કાળિયાર શિકાર કેસમાં સલમાન ખાન વિરુદ્ધ ત્રણ કેસ દાખલ કરાયા છે. જેમાં સુપ્રીમ કોર્ટમાં બે કેસની સુનાવણી ચાલી રહી છે, અને કાંકાણી કાળિયાર શિકાર કેસની સુનાવણી જોધપુર હાઈકોર્ટમાં ચાલી રહી છે.

સલમાન ખાનને 5 વર્ષની સજા પર કરેલ અપીલની 16 ફેબ્રુઆરીના રોજ સોમવારે રાજસ્થાન હાઈકોર્ટમાં કાળિયાર શિકાર કેસ સંબંધિત અપીલોની સુનાવણી હતી. જેમાં જસ્ટિસ બલજિંદર સિંહ સંધુની સિંગલ બેન્ચે આ અપીલો પર સુનાવણી કરવાનો ઇનકાર કરતા કહ્યું કે આ બધી અપીલો હવે રાજસ્થાન હાઈકોર્ટની બીજી બેન્ચ દ્વારા સાંભળવામાં આવશે. કારણ કે આ કેસ જોધપુર સાથે સંબંધિત છે. છેલ્લા કેટલાક સમયથી સલમાન ખાન લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા અપાતી ધમકીને લઈને ચર્ચામાં હતો. સલમાનના નજીકના સંબંધીને કરોડોની ખંડણીની ધમકી અપાઈ હતી. આ મામલે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ છે. જો કે તેના ફેન્સ બેટલ્સ ઓફ ગલવાન ફિલ્મને લઈને વધુ આતુર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments