અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર થયેલા ભયંકર અકસ્માતમાં કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. કોર્ટમાં આ કેસના મુખ્ય સાક્ષીઓએ સચોટ અને સ્પષ્ટ જુબાની આપી હતી. જેમાં તેમણે જણાવ્યું કે આ ગંભીર અકસ્માતનો મુખ્ય આરોપી તથ્ય પટેલ જ હતો.

કોર્ટમાં એક સાક્ષીએ જણાવ્યુ કે, અકસ્માત કરનારો આ જ તથ્ય પટેલ હતો અને અકસ્માત પછી તથ્ય પટેલે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સાક્ષીએ જણાવ્યું કે તથ્ય પટેલને તેના પિતા હોસ્પિટલ લઇ ગયા હતાઉલ્લેખનિય છે રફ્તારના રાક્ષસ તથ્ય પટેલ સામે સાક્ષીઓ જુબાની આપી રહ્યા છે. અત્યાર સુધી 8 સાક્ષીઓએ જુબાની આપી છે અને તે અકસ્માતનું વર્ણન પણ સચોટ રીતે કરી રહ્યા છે.


