જયરાજ આહિર મેળા દરમિયાન સાધુઓ સાથે જોવા મળ્યો હતો. તેના વાયરલ થયેલા વીડિયોએ ભારે ચર્ચાઓ જગાવી છે. આ વીડિયોમાં તે સાધુ સંતો ચાથે હસીમજાકથી ચાલતો જોવા મળે છે. બીજી તરફ વીડિયોમાં માયાભાઈ આહિર પણ જોવા મળી રહ્યાં છે.
બગદાણાના નવનીત બાલધિયા કેસમાં જામીન પર જેલ બહાર આવેલા માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં ખાનગી વાહનો પર પ્રતિબંધ હોવા છતાં તેને વીવીઆઈપી સુવિધા આપવામાં આવી હતી અને તે એક ખાનગી બસ લઈને ત્યાં પહોંચ્યો હતો. આ દરમિયાન વિવાદ સર્જાતા અનેક સવાલો તંત્ર સામે ઉભા થયા હતાં. હવે ફરીવાર જયરાજ આહિર ફરી ચર્ચામાં આવ્યો છે.

જૂનાગઢના મેળામાં વિવાદિત ટિકટોક ગર્લ તરીકે ઓળખાતી કીર્તિ પટેલ અને પીઆઈ જે.પી. વરિયાએ સાધુઓની વચ્ચે મૃગી કુંડમાં ડૂબકીઓ લગાવતા વિવાદ સર્જાયો હતો. આ દરમિયાન કીર્તિ પટેલને મંદિર પરિસરની બહાર લઈ જવામાં આવી નથી. ત્યારે હવે જયરાજ આહિર મેળા દરમિયાન સાધુઓ સાથે જોવા મળ્યો હતો. તેના વાયરલ થયેલા વીડિયોએ ભારે ચર્ચાઓ જગાવી છે. આ વીડિયોમાં તે સાધુ સંતો ચાથે હસીમજાકથી ચાલતો જોવા મળે છે. બીજી તરફ વીડિયોમાં માયાભાઈ આહિર પણ જોવા મળી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, મેળામાં ખાનગી વાહન લઈને પ્રવેશવા અંગે વિવાદ થયા બાદ જિલ્લા કલેક્ટરના તપાસના આદેશ બાદ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. પોલીસની તપાસ સામે પણ સવાલો ઉભા થયા છે.


