E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBollywoodEntertainment : Aditya Dharની "ધુરંધર 2" કોઇ ફિલ્મને લઈને નહીં પણ BMCને...

Entertainment : Aditya Dharની “ધુરંધર 2” કોઇ ફિલ્મને લઈને નહીં પણ BMCને લઈને વિવાદમાં, જાણો શું છે મામલો

“ધુરંધર” બાદ ફેન્સ તેની સિકવલ “ધુરંધર 2” જોવા વધુ આતુર છે. નિર્માતાની જાહેરાત મુજબ “ધુરંધર 2” માર્ચ મહિનામાં રિલીઝ થશે. જો કે હાલમાં “ધુરંધર 2” ફિલ્મ BMCને લઈને વિવાદમાં આવી છે.

રણવીર સિંહની “ધુરંધર” ફિલ્મે વિશ્વભરમાં ₹1,300 કરોડથી વધુની કમાણી કરી છે. વર્ષ 2025ની ‘છાવા’ ‘સૈયારા’ જેવી તમામ મોટી હિટ ફિલ્મોને પછાડી આ ફિલ્મે તે વર્ષની સૌથી વધુ કમાણી કરતી ફિલ્મોમાં સ્થાન મેળવ્યું છે. ફેન્સને “ધુરંધર” એટલી પસંદ આવી છે કે થિયેટર બાદ પણ તેઓ નેટફલીકસ પર સ્ટ્રીમ થતા જોવા દોડયા હતા. બોક્સઓફિસ બાદ ઓટીટી પ્લેટફોર્મ પર આ ફિલ્મ ધૂમ મચાવી રહી છે. “ધુરંધર” બાદ ફેન્સ તેની સિકવલ “ધુરંધર 2” જોવા વધુ આતુર છે. નિર્માતાની જાહેરાત મુજબ “ધુરંધર 2” માર્ચ મહિનામાં રિલીઝ થશે. જો કે હાલમાં “ધુરંધર 2” ફિલ્મ BMCને લઈને વિવાદમાં આવી છે.

આદિત્ય ધર “ધુરંધર 2” ને લઈને અત્યારે મુંબઈમાં શૂંટિંગ કરી રહ્યા છે. મુંબઇમાં શૂટિંગ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરાતા BMCએ ફિલ્મના નિર્માતા અને પ્રોડકસન હાઉસને અગાઉ ચેતવણી આપી હતી. દરમિયાન ફરી “ધુરંધર 2” ના સેટ પર જાહેર નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. જેને લઈને BMCએ “ધુરંધર 2″ના પ્રોડકશન હાઉસ સામે આકરા તેવર બતાવ્યા. આ ઘટના બાદ BMC એ B62 સ્ટુડિયો સામે મોટી કાર્યવાહીની માંગ કરી છે. થોડા દિવસો પહેલા, “ધુરંધર 2” ના સેટ પરથી નિયમોનું ઉલ્લંઘન થયાની એક ઘટના પ્રકાશમાં આવી હતી.

આ ઘટનામાં દક્ષિણ મુંબઈના ઉચ્ચ સુરક્ષા ઝોન ફોર્ટ વિસ્તારમાં પરવાનગી વિના ડ્રોન ઉડાડવામાં આવી રહ્યું હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ, ફિલ્મના લોકેશન મેનેજર વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. આ ઘટના આ મહિનાની 1 ફેબ્રુઆરીએ બની હતી, જ્યાં સંજય દત્ત સહિત સમગ્ર ક્રૂ હાજર હતો. જોકે મેનેજરને નોટિસ જારી કરવામાં આવી હતી અને પોલીસે તેને છોડી દીધો હતો. ધુરંધર 2 ટીમને 7 અને 8 ફેબ્રુઆરીએ મોદી સ્ટ્રીટ અને પેરીન નરીમન સ્ટ્રીટ વચ્ચેના A વોર્ડમાં શૂટિંગ કરવાની પરવાનગી મળી હતી. 14 ફેબ્રુઆરીના રોજ રાત્રે 12:45 વાગ્યાની આસપાસ, ફિલ્માંકન દરમિયાન જ્વલનશીલ મશાલોના ઉપયોગ અંગે ફરિયાદો મળી હતી. BMCના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અધિકારીઓ 15 મિનિટની અંદર સ્થળ પર પહોંચ્યા હતા અને પાંચ સળગતી મશાલો જપ્ત કરી હતી. પ્રોડક્શન ટીમ પર શૂટિંગ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેમના મતે, ફટાકડા અને જ્વલનશીલ પદાર્થોનો ઉપયોગ પ્રતિબંધિત હતો.

આ કિસ્સા બાદ થોડા જ દિવસોમાં ફરી નિર્માતા દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરાતા BMCના A વોર્ડ ઓફિસે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (ઝોન 1) ને પત્ર લખીને વિનંતી કરી હતી કે B62 સ્ટુડિયોને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને ભવિષ્યમાં ફિલ્માંકન પરવાનગી માટે અરજી કરવાથી અટકાવવામાં આવે. BMCએ ₹1 લાખ (આશરે $100,000 USD) ના દંડની ધમકી આપતા આરોપ લગાવ્યો હતો કે શૂટિંગ બિલ્ડિંગની છત પર થયું હતું અને યોગ્ય પરવાનગી વિના બે જનરેટર વાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વિવાદ વચ્ચે 19 માર્ચના દિવસે રિલીઝ થનાર “ધુરંધર 2” ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments