E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBollywoodBollywood : રાજેશ ખન્ના-ડિમ્પલની દોહિત્રી નાઓમિકાએ ફિલ્મ શૂટિંગ શરૂ કર્યું

Bollywood : રાજેશ ખન્ના-ડિમ્પલની દોહિત્રી નાઓમિકાએ ફિલ્મ શૂટિંગ શરૂ કર્યું

રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની દોહિત્રી નાઓમિકાએ બોલિવુડમાં એન્ટ્રી કરી લીધી છે. તેની પહેલી ફિલ્મનું શૂટિંગ શરુ થઈ ગયું છે.

‘સ્ત્રી’ સહિતની ફિલ્મોના નિર્માતા મેડોક ફિલ્મસ દ્વારા આ ફિલ્મ બનાવાઈ રહી છે. વેદાંગ રૈના તેનો હિરો હશે. ફિલ્મની વાર્તા કે ટાઈટલની વિગતો હજુ અપાઈ નથી પરંતુ, મોટાભાગે આ ફિલ્મ એક રોમાન્ટિક કોમેડી હશે તેમ મનાઈ રહ્યું છે. જગદીપ સિદ્ધુ આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. નાઓમિકા ડિમ્પલની દીકરી રિંકી ખન્નાની પુત્રી છે.

રિંકીએ પણ બોલિવુડમાં કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું પરંતુ તે ખાસ સફળ થઈ ન હતી. નાઓમિકા સોશિયલ મીડિયા પર અત્યારથી જ પોપ્યુલર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments