E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratVadodaraVadodara : સયાજી હોસ્પિટલ સ્વચ્છ, સુવિધાયુક્ત કેન્દ્રની ટીમને બતાવવા તંત્રની દોડધામ

Vadodara : સયાજી હોસ્પિટલ સ્વચ્છ, સુવિધાયુક્ત કેન્દ્રની ટીમને બતાવવા તંત્રની દોડધામ

મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની સરકારી સયાજી હોસ્પિટલમાં ત્રણ દિવસ કેન્દ્રની ટીમ આવવાની હોવાથી હોસ્પિટલની કાયાકલ્પ કરવા માટે આજે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ મેદાનમાં ઉતર્યા હતાં. હોસ્પિટલમાં સ્વચ્છતા જાળવવા ઉપરાંત દવા અને દર્દીઓ માટે ઉપયોગી સાધનોની જરૃરિયાતની ચકાસણી કરી હતી. અનેક વોર્ડમાં અસુવિદ્યા જાતે જ જોતા તેઓ ચોંકી ગયા હતાં.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રની નેશનલ એક્રેડિટેશન બોર્ડ ઓફ હોસ્પિટલ્સ (એનએબીએચ)ની ટીમના સભ્યો તા.૨૦મીથી ત્રણ દિવસ સુધી સયાજી હોસ્પિટલની મુલાકાતે આવવાના છે. કેન્દ્રની ટીમને સયાજી હોસ્પિટલ વધુ સારી સુવિદ્યાવાળી છે તેમ દર્શાવવા માટે આજે હોસ્પિટલનું તંત્ર દોડતું થયું  હતું.  હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.રંજન ઐયરે જાતે દરેક વોર્ડમાં પહોંચીને દર્દીઓને મળતી સુવિદ્યાઓની ચકાસણી કરતા અનેક ખામીઓ જણાઇ હતી.દાઝેલાના વોર્ડમાં તપાસ કરતાં વર્ષો જૂના ખખડધજ એસી જણાયા હતાં. કેટલાક એસી તો ચાલતા પણ ન હતાં જેથી કેન્દ્રની ટીમ આવે તે પહેલાં તાત્કાલિક ૨૩ એસી બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કેન્દ્રની ટીમને હોસ્પિટલ સારી છે તે બતાવવા માટે તંત્ર દ્વારા છેલ્લી ઘડીના પ્રયત્નો  હાથ ધરાયા છે. સુપ્રિન્ટેન્ડન્ટને સોનોગ્રાફી રૃમમાં પણ સ્વચ્છતા જણાઇ ન હતી અને બહાર બોક્સના ઢગલા જોઇ તેઓ ચોંકી ગયા હતાં. બોક્સ તાત્કાલિક હટાવવાની તેમણે સૂચના આપી હતી.

આ ઉપરાંત ઇમરજન્સી બિલ્ડિંગના ત્રીજા માળની વિઝિટમાં અંધારપટ જોવા મળેલ. એક પડદા પાછળ વ્હીલચેર તેમજ સ્ટ્રેચર મોટી સંખ્યામાં છૂપાયેલા જણાતા તેઓ તુરંત જ બોલી ઉઠયા  હતાં કે લાખો કરોડોનો ભ્રષ્ટાચાર પડદા પાઠળ દેખાય છે. સયાજી હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓની ટીમ કેન્દ્રની ટીમ જ્યારે મુલાકાતે આવવાની છે ત્યારે જ દોડતા થતાં દર્દીઓને આશ્ચર્ય થયું હતું. આવુ ધ્યાન આખું વર્ષ રાખવામાં આવે તેવી લાગણી પણ દર્દીઓ અને સગાઓએ વ્યક્ત કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments