E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratAhmedabadBreaking News : અમદાવાદ-માળિયા હાઈવે પર કોબીજ અને ભૂસાની આડમાં લઈ જવાતો...

Breaking News : અમદાવાદ-માળિયા હાઈવે પર કોબીજ અને ભૂસાની આડમાં લઈ જવાતો દારૂનો મોટો જથ્થો ઝડપાયો

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે અવનવા કીમિયા અજમાવવામાં આવી રહ્યા છે. અમદાવાદ-માળિયા હાઈવે પરથી પોલીસે એક શંકાસ્પદ ટ્રકને અટકાવી તપાસ કરતા તેમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે.

શાકભાજી અને ભૂસાની આડમાં છુપાવ્યો હતો દારૂ

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ-માળિયા હાઈવે પર વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન એક ટ્રકને અટકાવી તેની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બુટલેગરોએ પોલીસની નજરમાંથી બચવા માટે ટ્રકની ઉપરના ભાગે કોબીજના કોથળા ભરી દીધા હતા. અંદરના ભાગે ભૂસા નાખીને દારૂની પેટીઓ છુપાવી હતી.

કુલ 23,664 બોટલો જપ્ત

પોલીસે ટ્રકમાંથી શાકભાજી અને ભૂસું હટાવીને તપાસ કરતા વિદેશી દારૂની પેટીઓનો ખડકલો જોવા મળ્યો હતો. ગણતરીના અંતે કુલ 23,664 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. કુલ મળીને 62 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે આ મામલે ટ્રકચાલકની ઘટનાસ્થળેથી જ ધરપકડ કરી લીધી છે.

આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ રેકેટમાં અન્ય કેટલા મોટા માથાઓ સામેલ છે તેની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments