E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBollywoodBollywood : રણવીરને ધમકી બાદ પહેલીવાર દીપિકા બાંદરાનાં નવાં ઘરે પહોંચી

Bollywood : રણવીરને ધમકી બાદ પહેલીવાર દીપિકા બાંદરાનાં નવાં ઘરે પહોંચી

રણવીર સિંહને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકી મળ્યા બાદ પહેલીવાર દીપિકા જાહેરમાં નીકળી હતી અને તે તેમનાં મુંબઈનાં બાંદરા ખાતેનાં નવાં ઘરે ગઈ હતી. 

રણવીર અને દીપિકા સાઉથ મુંબઈના પ્રભાદેવીમાં રહે છે. જોકે, તેમણે બાંદરામાં શાહરુખના બંગલાની પાસે જ એક ટાવરમાં ચાર માળ ખરીદ્યા છે. જેની કિંમત ૧૦૦ કરોડથી પણ વધુ હોવાનું અંદાજવામાં આવે છે. 

દીપિકા તાજેતરમાં તેની દીકરી દુવા સાથે આ નવાં ઘરની મુલાકાતે પહોંચી હતી. જોકે, સલામતીનાં કારણોસર તેણે પાપારાઝી સમક્ષ પોઝ આપવાનું ટાળ્યું હતું. 

રણવીરને ધમકી મળ્યા બાદ તેઓ પ્રભાદેવીમાં જ્યાં રહે છે એ સોસાયટીમાં વધારાના પ્રાઈવેટ ગાર્ડસ ગોઠવાયા છે. જોકે, સોસાયટીના જીમ સહિતનાં કોમન એરિયાઝમાં આ ગાર્ડસની હાજરી સામે સોસાયટી મેનેજમેન્ટ દ્વારા વિરોધ નોંધાવાયો છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments