E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBollywoodBollywood : શ્રદ્ધા કપૂરે ઈજા બાદ ઈથાનું નવું શૂટિંગ શિડયૂલ પૂર્ણ કર્યું

Bollywood : શ્રદ્ધા કપૂરે ઈજા બાદ ઈથાનું નવું શૂટિંગ શિડયૂલ પૂર્ણ કર્યું

શ્રદ્ધા કપૂરને તેની આગામી ફિલ્મ ‘ઈથા’નાં શૂટિંગ દરમિયાન ડાન્સ વખતે ઈજા થઈ હતી. જોકે, તેણે ત્વરિત સારવાર મેળવ્યા બાદ આરામ કર્યા વિના શૂટિંગ આગળ ધપાવ્યું હતું. હવે તેણે આ ફિલ્મ માટે પુણેમાં પણ એક લાંબું શિડયૂલ પૂર્ણ કર્યું છે. 

શ્રદ્ધા, રણદીપ હૂડા  સહિતની ટીમે પુણે શહેરનાં વિવિધ લોકેશન્સ પર અનેક સીન્સનું શૂટિંગ કર્યું હતું. આ શિડયૂલ પૂર્ણ થયું તેની સમગ્ર ટીમે ઉજવણી પણ કરી હતી. આ ઉજવણીના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ઉલ્લેખનીય છે કે ‘ઈથા’ વિખ્યાત મહારાષ્ટ્રીયન નૃત્યાંગના વિઠાબાઈ નારાયણગાંવકરની બાયોપિક છે. શ્રદ્ધા  તેમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. ‘છાવા’ના ડિરેક્ટર લક્ષ્મણ ઉત્તેકર આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments