E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBollywoodBollywood : વિવેક અગ્નિહોત્રી ઓપરેશન સિંદૂર પર ફિલ્મ બનાવશે

Bollywood : વિવેક અગ્નિહોત્રી ઓપરેશન સિંદૂર પર ફિલ્મ બનાવશે

‘કાશ્મીર ફાઈલ્સ’ સહિતની  ફિલ્મોના સર્જક વિવેક અગ્નિહોત્રી ઓપરેશન  સિંદૂર પર પણ એક ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મ ટી સીરિઝના ભૂષણ કુમાર દ્વારા પ્રોડયૂસ કરવામાં આવશે જ્યારે વિવેક અગ્નિહોત્રી  તેનું  ડિરેક્શન  સંભાળશે. 

વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મનું ટાઈટલ કે અન્ય વિગતો જાહેર કર્યા વિના ફક્ત એટલું જ કન્ફર્મ કર્યું હતું કે પોતે એક  રાષ્ટ્રવાદી ફિલ્મ બનાવી રહ્યા છે. 

ફિલ્મનાં ટાઈટલ કે કલાકારોની વિગતો હજુ અપાઈ નથી. કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર થયેલા આતંકી હુમલા અને ત્યારબાદ ભારતે હાથ ધરેલાં ઓપરેશન સિંદૂરની વિગતો આ ફિલ્મમાં આવરી લેવામાં આવે તેવી સંભાવના છે. 

ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂર હાથ ધરાયું તે અરસામાં જ બોલિવુડના અનેક નિર્માતાઓએ ઓપેરશન સિંદૂર  સંબંધિત ટાઈટલ રજિસ્ટર કરાવવા માટે દોટ મૂકી હતી. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments