E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratValsad : કપરાડાના કુંભઘાટ નજીક ગમખ્વાર અકસ્માત, ટ્રક અને ઈકો વચ્ચેની ટક્કરમાં...

Valsad : કપરાડાના કુંભઘાટ નજીક ગમખ્વાર અકસ્માત, ટ્રક અને ઈકો વચ્ચેની ટક્કરમાં 5 લોકોના કરૂણ મોત

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કુંભઘાટ નજીક આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. કપરાડા-નાનાપોંઢા હાઈવે પર ઈકો કાર અને ટ્રક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.

મળતી માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો કપરાડા તાલુકાના આંબા જંગલ ગામના રહેવાસી હતા. તેઓ પોતાની ઈકો કારમાં સવાર થઈને કપરાડાથી નાનાપોંઢા તરફ જઈ રહ્યા હતા, તે દરમિયાન કુંભઘાટ નજીક ટ્રક સાથે તેમની ઈકો કારની જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકો અને પોલીસની મદદથી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments