E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratRajkotRajkot : RTOમાં એક બે નહીં 30 જેટલા એજન્ટો પકડાયા, ટ્રાયલ વિના...

Rajkot : RTOમાં એક બે નહીં 30 જેટલા એજન્ટો પકડાયા, ટ્રાયલ વિના લાઈસન્સ કઢાવવાના ચાર હજાર વસૂલતા હતાં

સંદેશ દ્વારા રાજકોટ આરટીઓમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જ્યાં લોકો પાસેથી પૈસા લેતા એજન્ટો કેમેરામાં કેદ થઈ ગયા હતાં. એટલું જ નહીં કેમેરા જોઈને એજન્ટો ઉભી પૂંછડીએ ભાગ્યા હતાં.

ગુજરાતમાં એજન્ટો સિવાય કોઈ સરકારી કામ નથી થતાં એવું લોકમુખે વારંવાર ચર્ચાતુ હોય છે. ત્યારે રાજકોટમાં આરટીઓમાં લોકોના કામ માટે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા એજન્ટો બેફામ બન્યાં છે. એજન્ટોને સરકારી કચેરીઓના પ્રવેશ પર પ્રતિબંધ જાહેર કરતા જાહેરનામા પ્રસિદ્ધ થતાં હોય છે પરંતુ રિયાલિટી કંઈક જુદી જ હોય છે. સંદેશ દ્વારા રાજકોટ આરટીઓમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જ્યાં લોકો પાસેથી પૈસા લેતા એજન્ટો કેમેરામાં કેદ થઈ ગયા હતાં. એટલું જ નહીં કેમેરા જોઈને એજન્ટો ઉભી પૂંછડીએ ભાગ્યા હતાં.

રાજકોટ આરટીઓમાં એક બે નહીં પણ 30 જેટલા એજન્ટો કેમેરામાં કેદ થઈ ગયા હતાં. કેમેરો જોઈને બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા એજન્ટો ઊભી પૂંછડિયે ભાગ્યા હતાં. સંદેશ ન્યૂઝ દ્વારા આરટીઓમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. આ એજન્ટો 400 રૂપિયાના લાઈસન્સના કામ માટે લોકો પાસેથી 1200થી 1500 રૂપિયા સુધી પડાવતા હોવાનું સામે આવ્યું છે. જ્યારે ટ્રાયલ વિના જ લાઈસન્સ કઢાવવા માટે 3500થી 4000 હજાર રૂપિયા પડાવતા હોવાનું પણ જાણવા મળ્યું હતું. સરકાર દ્વારા લાઈસન્સ પ્રક્રિયાને વધુ સુરક્ષિત કરી છે. તે છતાંય કયા અધિકારીના આશિર્વાદથી આ એજન્ટો ટ્રાયલ વિના જ લાઈસન્સ કઢાવી આપતા હતાં તેવા સવાલો ઉભા થયાં છે.

અરજદારોનું કહેવું છે કે, આરટીઓમાં કામ માટે એજન્ટો ના હોય તો વારંવાર ધક્કા ખાવા પડે છે. એજન્ટો લાઈસન્સ માટે 1500 રૂપિયા લેતા હોય છે. આ અંગે અધિકારીએ એવું કહ્યું હતું કે, આરટીઓમાં અરજદાર સિવાય કોઈને પ્રવેશ નથી. એજન્ટો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરીશું. એજન્ટો પ્રવેશે નહીં તે માટે સિક્યુરિટી રાખી છે. સિક્યુરિટી વિરૂદ્ધ પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. સંદેશના રિયાલિટી ચેકમાં સામે એજન્ટોની વિગતો આવ્યા બાદ તંત્ર જાગ્યુ અને કાર્યવાહી કરવાની વાત કરી, પરંતુ હવે જોવાનું એ છે કે આ સ્થિતિ ક્યાં સુધી ચાલુ રહેશે?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments