સાબરકાંઠામાં આદિવાસી દીકરીઓની સોદાબાજી કરાતી હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. પોશીના અને ખેડબ્રહ્માના આંતરિયાળ વિસ્તારમાં આ સોદાબાજી થી હોવાનો આરોપ લગાવાયો છે. ફોટો અને વીડિયો કોલ દ્વારા સોદાબાજી કરતા બે શખ્સો પકડાયા છે.
સાબરકાંઠામાં આદિવાસી દીકરીઓની સોદાબાજી કરાતી હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. પોશીના અને ખેડબ્રહ્માના આંતરિયાળ વિસ્તારમાં આ સોદાબાજી થી હોવાનો આરોપ લગાવાયો છે. ફોટો અને વીડિયો કોલ દ્વારા સોદાબાજી કરતા બે શખ્સો પકડાયા છે. બે પરપ્રાંતિય યુવકોને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. યુવકોના મોબાઈલમાં દીકરીઓના ફોટા જોવા મળ્યા હતાં. લગ્નના બહાને દીકરીઓને અન્ય સમાજમાં લઈ જવા દલાલો દ્વારા ચાલતુ નેટવર્ક પકડાયું છે.

આજે વિધાનસભામાં ભાગેડુ લગ્ન નોંધણી અંગે ચર્ચાઓ થઈ હતી. ત્યાર બાદ નાયબ મુખ્યમંત્રીએ દીકરીઓની રક્ષા માટેની વાત કરી હતી. ત્યારે સાબરકાંઠામાં આદિવાસી દીકરીઓની સોદાબાજી થતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોશીના અને ખેડબ્રહ્માના આંતરિયાળ વિસ્તારોમાં સોદાબાજીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફોટા અને વીડિયો કોલ દ્વારા સોદાબાજી કરતા બે પરપ્રાંતિય શખ્સો ઝડપાયા છે.
આ બંને શખ્સોને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. આ શખ્સોના મોબાઈલમાં દીકરીઓના ફોટો જોવા મળ્યા હતાં. લગ્નના બહાને દીકરીઓને અન્ય સમાજમાં લઈ જવાનું નેટવર્ક પકડાયું છે. આ નેટવર્ક દલાલો દ્વારા ચાલતુ હોવાનું પણ સામે આવ્યું છે. અજાણ્યા લોકોથી સાવધ રહેવા આદીવાસી સમાજનું આહ્વાન છે. આ રેકેડમાં સંડોવાયેલા દલાલો સામે કડક કાર્યવાહી કરવા માગ કરાઈ છે.


