E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratKheda : કમળા ચોકડી પાસેથી કારમાંથી બિયરના 288 ટીન ઝડપાયા

Kheda : કમળા ચોકડી પાસેથી કારમાંથી બિયરના 288 ટીન ઝડપાયા

ખેડા એલસીબીએ કમળા ચોકડી નજીક પંચર થયેલી કારમાંથી વિદેશી દારૂના બિયરના ૨૮૮ નંગ (કિંમત રૂ.૬૩,૩૬૦)નો જથ્થો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે વિદેશી દારૂ તેમજ રૂપિયા બે લાખની ગાડી મળી કુલ રૂ.૩,૬૩,૩૬૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ખેડા એલસીબી પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે, ખાત્રજ ચોકડીથી અમદાવાદ તરફ એક કાર વિદેશી દારૂ ભરીને પસાર થનાર છે. જેથી પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી મળેલી કાર આવતા પોલીસે તેને ઉભી રાખવા ઈશારો કરતા ગાડીનો ચાલક યુટર્ન મારી વરસોલા ચોકડી થઈ કમળા ચોકડી તરફ નાસી ગયો હતો. કમળા ચોકડી નજીક કટમાંથી યુ ટર્ન લેવા જતા અચાનક ડ્રાઇવર સાઈડનું ગાડીનું ટાયર ફાટયું હતું. જેથી ગાડીનો ચાલક ગાડી મૂકી નાસી ગયો હતો. એલસીબી પોલીસે આ ગાડીની તલાસી લેતા વિદેશી દારૂના બિયરના ૨૮૮ ટીન (કિંમત રૂ.૬૩,૩૬૦) મળી આવ્યા હતી. જેથી પોલીસે વિદેશી દારૂ તેમજ રૂપિયા બે લાખની કાર સહિત રૂપિયા ૩,૬૩,૩૬૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે એલસીબી ખેડા પોલીસની ફરિયાદ આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments