E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : 1 દાયકામાં પહેલીવાર આ વખતે ફેબ્રુઆરીમાં સામાન્ય કરતાં નોંધાયું નીચું...

Gujarat : 1 દાયકામાં પહેલીવાર આ વખતે ફેબ્રુઆરીમાં સામાન્ય કરતાં નોંધાયું નીચું તાપમાન, કાળઝાળ ઉનાળો આ તારીખથી શરુ થઇ જશે

અત્યારે ગુજરાતમાં ડબલ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે . હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે હજું પણ રાજ્યમાં તાપમાન 35 ડિગ્રી કરતા નીચું રહેશે.અત્યારે ગુજરાતમાં ડબલ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે અને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે હજું પણ રાજ્યમાં તાપમાન 35 ડિગ્રી કરતા નીચું રહેશે અને 8 માર્ચ પછી ક્રમશ: રાજ્યમાં તાપમાન વધશે અને ઉનાળાની શરુઆત થશે.

પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે સામાન્ય રીતે 15 ફેબ્રુઆરી પછી ક્રમશ: તાપમમાન વધે છે અને ઉનાળાનો અનુભવ થાય છે પણ અત્યારે ફેબ્રુઆરી મહિનામાં ઉનાળો શરુ થયો નથી અને તેનું કારણ એ છે કે હિમાલયન રેન્જમાં હજું પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઇ રહ્યું છે જેના કારણે રાજ્યમાં તાપમાન 35 ડિગ્રી કરતા નીચું જોવા મળી રહ્યું છે.

તેમણે કહ્યું કે આગામી 1 બે દિવસમાં તાપમાન હજું પણ નીચું જશે અને ડબલ ઋતુનો અહેસાસ થશે. રાત્રે શિયાળાનો અનુભવ અને બપોરે ગરમીનો અનુભવ નાગરિકોને થશે. ગુજરાત પર હાલ ઉત્તર-ઉત્તર પૂર્વથી પવનો આવી રહ્યા છે જેના કારણે તાપમાન 35 ડિગ્રી કરતા ઓછું રહે છે.

તેમણે કહ્યું કે હજું પણ કેટલાક સેન્ટરમાં ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. પણ છેલ્લા 1 દાયકામાં જોવા જઇએ તો દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 35 ડિગ્રી કરતા વધુ હોય છે પણ આ વર્ષે ફેબ્રુઆરીમાં તાપમાન 2થી 3 ડિગ્રી સુધી નીચું રહ્યું છે અને માર્ચમાં પણ તાપમાન 32થી 36 ડિગ્રી રહેશે

પરેશ ગોસ્વામીએ કહ્યું કે 8 માર્ચ પછી રાજ્યમાં ક્રમશ: તાપમાનમાં વધારો થતો જશે અને ઉનાળાનો અહેસાસ થઇ જશે. 8 માર્ચ સુધી તાપમાન નીચું રહેશે પણ ત્યારબાદ ઉનાળાની શરુઆત થશે અને 15 જૂન સુધી આકરો તાપ અને હિટવેવની અસર જોવા મળી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments