E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : સોલામાં વેપારીની નજર ચૂકવી 2 લાખની લૂંટ, 4 ગઠીયા CCTVમાં...

Ahmedabad : સોલામાં વેપારીની નજર ચૂકવી 2 લાખની લૂંટ, 4 ગઠીયા CCTVમાં કેદ

અમદાવાદ શહેરમાં ફરી એકવાર આંગડિયા પેઢીમાંથી નાણા લઈને નીકળતા વેપારીઓને નિશાન બનાવતી ગેંગ સક્રિય થઈ છે. અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં કારગીલ રોડ પાસે બે બાઈક પર આવેલા ચાર અજાણ્યા ગઠીયાઓએ એક વેપારીની નજર ચૂકવી 2 લાખની રોકડ ભરેલી બેગની ચોરી કરી ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, ભોગ બનનાર વેપારી આંગડિયા પેઢીમાંથી 2 લાખની રોકડ લઈને નીકળ્યા હતા. ગઠીયાઓ પહેલેથી જ વેપારીનો પીછો કરી રહ્યા હતા. જ્યારે વેપારી સોલાના કારગીલ રોડ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તકનો લાભ ઉઠાવી બે બાઈક પર સવાર થઈને આવેલા ચાર શખ્સોએ વેપારીનું ધ્યાન ભટકાવ્યું હતું અને નજર ચૂકવીને લાખોની રોકડ ભરેલી બેગ લઈને પળવારમાં રફુચક્કર થઈ ગયા હતા.

આ લૂંટની ઘટનાના સીસીટીવી ફૂટેજ પોલીસને પ્રાપ્ત થયા છે, જેમાં ગઠીયાઓ કેવી રીતે રેકી કરીને વેપારીને નિશાન બનાવે છે તે સ્પષ્ટ જોઈ શકાય છે. આ ફૂટેજના આધારે સોલા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.સોલા પોલીસે આ મામલે વેપારીની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આસપાસના રસ્તાઓના પણ સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે જેથી આરોપીઓ કયા રૂટ પર ભાગ્યા છે તેની કડી મળી શકે. આ ઘટનાને પગલે આંગડિયા પેઢીના ગ્રાહકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments