E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : Gujarat અને વેસ્ટ મિડલેન્ડ વચ્ચે નવા વ્યાપારી અધ્યાયનો પ્રારંભ: જોઈન્ટ...

Gujarat : Gujarat અને વેસ્ટ મિડલેન્ડ વચ્ચે નવા વ્યાપારી અધ્યાયનો પ્રારંભ: જોઈન્ટ વર્કિંગ ગ્રુપની થશે રચના

ઇંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ કમબાઈન્ડ ઓથોરીટીના મેયર રિચાર્ડ પાર્કર અને ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી.

ઇંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ કમબાઈન્ડ ઓથોરીટીના મેયર રિચાર્ડ પાર્કર અને ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. ભારત-યુકે ટ્રેડ ડીલ બાદ આ ડેલિગેશન પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવ્યું છે. આ મુલાકાતનો મુખ્ય હેતુ બંને પ્રદેશો વચ્ચે વ્યાપારી અને શૈક્ષણિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે.

મુખ્યમંત્રી સાથેની બેઠક દરમિયાન પ્રતિનિધિ મંડળે હાયર એજ્યુકેશન, ગ્રીન ઇકોનોમી, ઇલેક્ટ્રિક વ્હીકલ (EV), સ્કીલ ડેવલોપમેન્ટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને એડવાન્સ મેન્યુફેક્ચરીંગ જેવા અત્યાધુનિક ક્ષેત્રોમાં સહકાર આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ખાસ કરીને 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં યુકેની નિષ્ણાત ટુકડી મદદરૂપ થશે.


પરસ્પર વિકાસની સંભાવનાઓને વેગ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સરકાર અને વેસ્ટ મિડલેન્ડના અધિકારીઓનું એક જોઈન્ટ વર્કિંગ ગ્રુપ બનાવવાનું સૂચન કર્યું હતું. આ માટે ‘ઇન્ડેક્સ-બી’ને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ પ્રતિનિધિ મંડળને આગામી 2027ની વાઈબ્રન્ટ સમિટમાં જોડાવા માટે પણ આમંત્રણ પાઠવ્યું હતું.

આ હાઇ લેવલ ડેલિગેશનમાં વેસ્ટ મિડલેન્ડ ગ્રોથ કંપનીના CEO નેઇલ રામી, E.ON એનર્જીના વિજય ટાંક, બર્મીંગહાર્મ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડેવિડ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સામેલ હતા. ગુજરાત તરફથી ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર અને ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments