બોલીવુડ અભિનેતા સલમાન ખાનના પિતા સલીમ ખાન હજુ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. દરમિયાન વધુ એક સેલેબ્રિટી હોસ્પિટલમાં દાખલ થયાના સામાચાર સામે આવતા ફેન્સની ચિંતા વધી. ફેમસ અભિનેત્રી દીપિકા ક્કકરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ગયા વર્ષે, દીપિકાને ગંભીર લીવર કેન્સર હોવાનું નિદાન થયું હતું જેના બાદ સર્જરી કરી અને કેન્સરને પડકાર આપતા સ્વસ્થ સારવાર કરી. તાજેતરમાં દીપિકા કક્કરના સ્વાસ્થ્યમાં વધુ એક મુશ્કેલી આવતા અભિનેત્રીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
લિવર કેન્સર સામે જંગ જીત્યા બાદ દીપિકા કક્કર હાલમાં અસ્વસ્થ છે. તાજેતરમાં દીપિકાને પેટમાં દુખાવો થતા હોસ્પિટલમાં જવું પડ્યું. જયાં ડોક્ટરે તેના પેટમાં 13-મિલિમીટરની નાની ફોલ્લી (નાની ગાંઠ) હોવાનું નિદાન કર્યું. તેના પતિ, શોએબ ઇબ્રાહિમ, ડૉક્ટરની સલાહ બાદ સારવાર માટે દીપિકાને હોસ્પિટલમાં દાખલ કરી. ડોક્ટરના જણાવ્યા મુજબ આ ફોલ્લીનું વહેલા નિદાન થવું સારી બાબત કહી શકાય. તેમણે કહ્યું કે ગભરાવાની જરૂર નથી, પરંતુ તેની સારવારની જરૂર છે. આ ફોલ્લી દૂર કરવા દીપિકાએ એક નાની સર્જરી કરવી પડશે. આગામી મંગળવાર, 24 ફેબ્રુઆરીના રોજ અભિનેત્રી નાની તબીબી પ્રક્રિયામાંથી પસાર થશે, જેમાં પેટની અંદરથી ફોલ્લો બાળીને તેને દૂર કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા માટે તેણીને લગભગ 3-4 દિવસ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડશે.

દીપિકા કક્કર અને શોએબ ઇબ્રાહિમ લોકપ્રિય ટીવી કપલ તરીકે જાણીતા છે. પરંતુ આ વખતે બંને કોઈ નવા શો કે ફિલ્મ માટે નહીં ના તો તેમના બ્લોક પર કોઈ અભિપ્રાય આપ્યો છે. ફેમસ અભિનેત્રી દીપિકા તેના સ્વાસ્થ્યને લઈને ફરી અત્યારે સમાચારની હેડલાઈન બની છે. તેમના યુટ્યુબ વ્લોગ દરમિયાન, દીપિકા અને શોએબે ચાહકો સાથે શેર કર્યું કે તેમના પેટમાં દુખાવાની સાથે, તેમને ખભામાં હળવો દુખાવો પણ થયો હતો, જે શરૂઆતમાં તેમને પરેશાન કરતો હતો. જોકે, ડોકટરોની તપાસમાં પેટની સમસ્યા સિવાયના બધા રિપોર્ટ સામાન્ય હોવાનું બહાર આવ્યું. આ જોઈને, દીપિકા પોતે ભાવુક થઈ ગઈ અને કહ્યું, “આજે સવારે હું ખૂબ ડરી ગઈ હતી. પરંતુ હું આભારી છું કે અમને સમયસર ખબર પડી. તેથી જ નિયમિત ફોલો-અપ ખૂબ જ મહત્વપૂર્ણ છે.


