E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeIndiaNational : રાહુલ ગાંધીએ ઉત્તરાખંડના 'મોહમ્મદ દીપક'ને ગળે લગાવ્યા, કહ્યું- ‘આ જ...

National : રાહુલ ગાંધીએ ઉત્તરાખંડના ‘મોહમ્મદ દીપક’ને ગળે લગાવ્યા, કહ્યું- ‘આ જ સાચી ભારતીયતા’

ઉત્તરાખંડના કોટદ્વારમાં હાલમાં જ ચર્ચામાં આવેલા જિમ સંચાલક દીપક કુમાર ઉર્ફે ‘મોહમ્મદ દીપક’ની કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મુલાકાત લીધી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયો બાદ વિવાદોમાં આવેલા દીપકને રાહુલ ગાંધીએ ગળે લગાવીને પ્રોત્સાહિત કર્યા હતા.

ગત 26 જાન્યુઆરીએ કોટદ્વારના બજાર વિસ્તારમાં એક મુસ્લિમ વડીલની દુકાનના નામમાંથી ‘બાબા’ શબ્દ હટાવવા મુદ્દે કેટલાક હિન્દુ સંગઠનો વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન સ્થાનિક જિમ સંચાલક દીપકે તે વડીલના સમર્થનમાં આવી વિરોધ નોંધાવ્યો હતો. આ ચર્ચ દરમિયાન જ્યારે તેને તેનું નામ પૂછવામાં આવ્યું ત્યારે તેણે ગર્વથી કહ્યું હતું કે, ‘મારું નામ મોહમ્મદ દીપક છે.’ આ વીડિયો વાયરલ થતા જ દીપક રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યો હતો.

રાહુલ ગાંધીએ દીપક સાથેની મુલાકાતની તસવીર શેર કરતા સોશિયલ મીડિયા પર લખ્યું કે, “ઉત્તરાખંડના ભાઈ ‘મોહમ્મદ દીપક’ સાથે મુલાકાત. એકતા અને સાહસની આવી જ જ્યોત દરેક ભારતીય યુવાનમાં સળગવી જોઈએ. દરેક માણસ સમાન છે. આ જ ભારતીયતા છે અને આ જ છે મોહબ્બતની દુકાન.”

દીપકના જણાવ્યા મુજબ, આ વિવાદ બાદ તેના વ્યવસાય પર માઠી અસર પડી છે. અગાઉ તેના જિમમાં 150 જેટલા સભ્યો આવતા હતા, જે હવે ઘટીને માત્ર 12 થી 15 રહી ગયા છે. જિમનું 40હજાર ભાડું અને ઘરની લોન ચૂકવવી તેના માટે મુશ્કેલ બની ગઈ છે. જોકે, આ મુશ્કેલ સમયમાં સુપ્રીમ કોર્ટના 12 વરિષ્ઠ વકીલોએ તેના જિમની એક વર્ષની મેમ્બરશિપ લઈને પ્રતીકાત્મક ટેકો જાહેર કર્યો છે. દીપક કહે છે કે તે કોઈ વિવાદમાં પડવા નથી માંગતો, તે માત્ર શાંતિથી પોતાનું જિમ ચલાવવા માંગે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments