યશના ઘણા ચાહકો તેમની ફિલ્મ “ટોક્સિક” ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. યશ KGF 2 પછી કોઈ પણ ફિલ્મમાં દેખાયો નથી. ચાર વર્ષ પછી યશ “ટોક્સિક” સાથે મોટા પડદા પર પાછા ફરવા માટે તૈયાર છે. આ ફિલ્મને લઈને યશ ઘણા દિવસથી હેડલાઈનમાં છે. હાલમાં ફરી “ટોક્સિક” ને લઈને એક નવી અપડેટ સામે આવી છે. આ ફિલ્મમાં ઇન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી એકસાથે જોવા મળશે ત્યારે ટીવી ઇન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રીં પણ આ ફિલ્મમાં જોડાઈ હોવાનું સામે આવ્યું છે. ટીવી ઇન્ડસ્ટ્રીની રૂપસુંદર સંજીદા શેખ ટોક્સિકની હિસ્સો બની હોવાની ચર્ચા છે.
નિર્માતાઓએ તાજેતરમાં જ ફિલ્મનો ટીઝર વિડીયો રિલીઝ કર્યો છે. હવે, એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ફિલ્મનો એક ટ્રેક રિલીઝ કરશે. આ બધા વચ્ચે હાલમાં ફિલ્મની સ્ટાર કાસ્ટ પણ હેડલાઇન્સમાં છે. હવે, આ યાદીમાં વધુ એક નામ ઉમેરાયું છે. અહેવાલો અનુસાર, પ્રખ્યાત ટીવી અભિનેત્રી સંજીદા શેખ પણ ટોક્સિકની કાસ્ટમાં જોડાઈ ગઈ છે. બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી કિયારા અડવાણી બાદ સંજીદા શેખ પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં દેખાશે. આ ફિલ્મમાં સંજીદા કેમિયો કરશે, તેની ભૂમિકા ફિલ્મની વાર્તા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. સંજીદાના કરિયરમાં આ ફિલ્મ એક નવો વળાંક લાવી શકે છે.

20 ફેબ્રુઆરીના રોજ, નિર્માતાઓએ ફિલ્મનો ટીઝર વિડીયો રિલીઝ કર્યો, જેને વ્યાપક પ્રેમ મળ્યો અને તેનાથી વધુ ઉત્સાહ વધ્યો. હવે, એવું કહેવામાં આવી રહ્યું છે કે નિર્માતાઓ ફિલ્મનું એક ગીત રિલીઝ કરશે. ગીતુ મોહનદાસ દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મમાં યશ સાથે કિયારા અડવાણી, નયનતારા, હુમા કુરેશી, તારા સુતારિયા અને રુક્મિણી વસંત પણ મુખ્ય ભૂમિકામાં છે. યશની ફિલ્મમાં અભિનેત્રીઓનો જમાવડો કહી શકાય. આ ફિલ્મ રણવીરની ધુરંધર-2 સાથે જ 19 માર્ચના રોજ રિલીઝ થશે તેવી ચર્ચા છે. યશને આ ફિલ્મ માટે ઘણી આશાઓ છે. બોક્સઓફિસ પર ધુરંધર-2 અને ટોક્સિકની ટક્કર જોવા મળશે.


