ભાવનગરના મહુવામાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં 4 વ્યક્તિઓને ઇજા પહોંચી છે. ઘાયલોને તત્કાળ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.ભાવનગરના મહુવામાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં 4 વ્યક્તિઓને ઇજા પહોંચી છે. ઘાયલોને તત્કાળ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે જ્યાં 3ની હાલત ગંભીર ગમાવાઇ છે.
મહુવાના લાતી બજાર પાસે આવેલા ઘરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો છે જેથી આગ લાગવાની પણ ઘટના બની હતી. બનાવમાં 4 વ્યક્તિ ઇજા થઇ છે.ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરાઇ હતી. ફાયર બ્રિગેડે તત્કાળ સ્થળ પર ધસી જઇને આગ કાબુમાં લઇ લીધી હતી અને ઇજાગ્રસ્તોને તત્કાળ હોસ્પિટલ ખસેડ્યા છે.

જે ઘરમાં સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો તેની આસપાસના 2થી 3 ઘરને પણ નુકસાન થયું છે. બ્લાસ્ટના પગલે સમગ્ર વિસ્તારમાં અફરા તફરી મચી ગઇ હતી.


