સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, સુરેન્દ્રનગર દ્વારા મોટરિંગ પબ્લિકની સગવડતા માટે પસંદગીના નંબરોની ફાળવણી કરવા માટે ઓનલાઈન ઈ-ઓક્શન પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે.
આ પ્રક્રિયા હેઠળ ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ13BN ના તમામ નંબરો માટે ઈ-ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જે વાહન માલિકો પોતાના વાહન માટે પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા હોય, તેઓએ સત્તાવાર વેબસાઈટ http://parivahan.gov.in/fancynumber પર ઓનલાઈન સી.એન.એ. ફોર્મ ભરીને આ પ્રક્રિયામાં ભાગ લેવાનો રહેશે.

ઈ-ઓક્શનમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા તા.૦૫/૦૩/૨૦૨૬ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકથી શરૂ થશે અને તા.૧૧/૦૩/૨૦૨૬ના રોજ બપોરે ૦૩:૫૯ કલાક સુધી ચાલશે. ત્યારબાદ, પસંદગીના નંબર માટે હરાજીની પ્રક્રિયા તા.૧૧/૦૩/૨૦૨૬ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકથી શરૂ થઈને તા.૧૩/૦૩/૨૦૨૬ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે પૂર્ણ થશે. વાહન માલિકોએ ખાસ નોંધ લેવી કે, તેઓએ વાહનની વેચાણ તારીખ અથવા વીમા તારીખ, આ બેમાંથી જે વહેલું હોય તે મુજબ દિન-૭ માં રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. જે અરજદારોએ સી.એન.એ. ફોર્મ ભરેલ હોય, તેઓ વાહનની વેચાણ અથવા વીમા તારીખથી ૬૦ દિવસ સુધી ઈ-ઓક્શનમાં ભાગ લેવા માટે અરજી કરી શકશે. નિર્ધારિત સમય મર્યાદા બહારની અરજીઓ આપોઆપ રદ કરવામાં આવશે.


