E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : છોટાઉદેપુર અને MPના સરહદી વિસ્તારોમાં હોળીનો થનગનાટ, આદિવાસી સંસ્કૃતિના અનોખા...

Gujarat : છોટાઉદેપુર અને MPના સરહદી વિસ્તારોમાં હોળીનો થનગનાટ, આદિવાસી સંસ્કૃતિના અનોખા દર્શન

હોળી-ધૂળેટીનો પર્વ નજીક છે, ત્યારે આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં આદિવાસી દ્વારા પરંપરાગત વેશભૂષા સાથે અદભૂત કલાકૃતિ રજૂ કરવામાં આવતી હોય છે. હોળી એ આદિવાસીઓનો સૌથી મોટો અને લોકપ્રિય તહેવાર છે. આમ, હોળી પર્વને લઈને કંવાટ તાલુકાને અડીને આવેલા મધ્ય પ્રદેશના વખત ગઢમાં આજે(25 ફેબ્રુઆરી, 2026) ‘ભંગુરિયા’ મેળો યોજાયો છે. મેળામાં આદિવાસી યુવતીઓ એકસરખા વેશ ધારણ કરી ઢોલના તાલે નાચગાન કરતી જોવા મળે છે.

‘ભંગુરિયા’ મેળામાં કંવાટ તાલુકા અને મધ્ય પ્રદેશમાંથી મોટી સંખ્યામાં આદિવાસી લોકો ઉમટી પડે છે. મેળામાં આદિવાસીઓ પોતાની સાંસ્કૃતિક પરંપરા અને એકસરખા વેશ ધારણ કરીને ઢોલ, માદંલ અને પીહાના તાલે નાચગાન કરતી જોવા મળે છે. હોળી પૂર્વેના સાત દિવસ સુધીના હાટ બજારોમાં આદિવાસીઓ પરંપરાગત વસ્ત્રો ધારણ કરી ઢોલ, વાંસળી અને કરતાલ સાથે નાચગાન કરે છે. આ સાથે હોળીના તહેવારની ખરીદી કરવાની પરંપરાને આજે પણ નિભાવી રહ્યા છે.

રાજા-રજવાડાના સમયથી શરૂ થયેલી ભંગોર રિયાસતના હાટ બજારો, હોળી પૂર્વે ભંગોરીયા મેળામાં પરિવર્તિત થાય છે. આમ આદિવાસીઓ હોળી પહેલાના સાત અને હોળી પછીના સાત આમ કુલ 15 દિવસ હોળીનો પર્વ ધામધૂમથી ઉજવતા હોય છે. અને હોળીના તહેવાર દરમિયાન વર્ષ સારું ગયું તે બદલ નાચગાન કરી પ્રકૃતિનો આભાર માનવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments