E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratVapi : 13 વર્ષીય સગીરાને ગર્ભવતી બનાવનાર આરોપીને 20 વર્ષની કેદ, પીડિતાને...

Vapi : 13 વર્ષીય સગીરાને ગર્ભવતી બનાવનાર આરોપીને 20 વર્ષની કેદ, પીડિતાને 4 લાખનું વળતર આપવા કોર્ટનો આદેશ

વાપીના છીરી વિસ્તારમાં રહેતી 13 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવવાના ચકચારી કેસમાં વાપી એડિશનલ સેશન્સ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપીને 20 વર્ષની જેલની સજા ફટકારવાની સાથે પીડિતાને આર્થિક સહાયનો પણ આદેશ કર્યો છે.

મળતી માહિતી અનુસાર, વર્ષ 2023માં વાપીના છીરી વિસ્તારમાં રહેતા એક પરપ્રાંતિય પરિવારની 13 વર્ષીય સગીરાને પડોશમાં જ રહેતા કિશન ખેલારી વર્માએ પ્રેમજાળમાં ફસાવી હતી. 13 સપ્ટેમ્બર 2023ના રોજ, સગીરા જ્યારે મોપેડ શીખવા નીકળી હતી ત્યારે આરોપી તેનું અપહરણ કરી મહારાષ્ટ્રના કોલ્હાપુર ભગાડી ગયો હતો. પોલીસ તપાસ દરમિયાન બંને કોલ્હાપુરથી મળી આવ્યા હતા. મેડિકલ તપાસમાં બહાર આવ્યું હતું કે સગારીને આરોપીના કૃત્યના કારણે દોઢ મહિનાનો ગર્ભ રહી ગયો હતો.

આ કેસ વાપી એડિશનલ સેશન્સ કોર્ટમાં જજ એચ.એન. વકીલ સમક્ષ ચાલી ગયો હતો. સરકારી વકીલ (DGP) અનિલ ત્રિપાઠીએ પીડિતાની જુબાની, મેડિકલ રિપોર્ટ અને અન્ય ટેકનિકલ પુરાવાઓ રજૂ કરી આરોપીને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી.

કોર્ટે આરોપી કિશન વર્માને પોક્સો (POCSO) એક્ટ અને દુષ્કર્મની વિવિધ કલમો હેઠળ 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. પીડિતાની સ્થિતિને ધ્યાને રાખી કોર્ટે ‘ગુજરાત વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ’ હેઠળ તેને 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.

સગીર વયની બાળકીઓ સાથે થતા આવા ગુનાઓમાં સમાજમાં દાખલો બેસે તે હેતુથી કોર્ટે આ મહત્ત્વનો નિર્ણય સંભળાવ્યો છે. હાલ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. આ ચુકાદાથી પીડિત પરિવારને ન્યાય મળ્યો હોવાની લાગણી વ્યાપી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments