E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratBanaskantha : દિયોદરમાં આંગણવાડી બહેનોનો હલ્લાબોલ, ગરબે ઘૂમી સરકાર સામે નોંધાવ્યો વિરોધ

Banaskantha : દિયોદરમાં આંગણવાડી બહેનોનો હલ્લાબોલ, ગરબે ઘૂમી સરકાર સામે નોંધાવ્યો વિરોધ

દિયોદરમાં આંગણવાડી કાર્યકરોનો અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે. 4 દિવસથી ચાલતા આંદોલન દરમિયાન તાલુકા પંચાયત કચેરીમાં ગરબા રમી સરકાર પાસે માંગણીઓ કરી છે.પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને સમગ્ર રાજ્યમાં આંગણવાડી કાર્યકરો આંદોલન ચલાવી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા મથકે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ વિરોધ પ્રદર્શનનું અનોખું સ્વરૂપ અપનાવ્યું છે. છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા આ આંદોલનમાં આજે બહેનોએ તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં ગરબા રમીને સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં એકઠી થયેલી આંગણવાડી કાર્યકર મહિલાઓએ આજે ચોથા દિવસે પણ પોતાની લડત ચાલુ રાખી હતી. સૂત્રોચ્ચાર અને ધરણાંની સાથે સાથે આજે બહેનોએ કચેરીના પ્રાંગણમાં જ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. કાર્યકરોનું કહેવું છે કે, સરકાર સુધી તેમનો અવાજ પહોંચાડવા અને ઊંઘતી સરકારને જગાડવા માટે તેમણે આ અનોખો માર્ગ અપનાવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments