E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratJunagadh : સોશિયલ મીડિયા ફેમ કીર્તિ પટેલ પોલીસ સમક્ષ હાજર

Junagadh : સોશિયલ મીડિયા ફેમ કીર્તિ પટેલ પોલીસ સમક્ષ હાજર

જૂનાગઢમાં સોશિયલ મીડિયા ફેમ કીર્તિ પટેલ અને પોલીસ વચ્ચેના વિવાદે નવો વળાંક લીધો છે. પ્રસિદ્ધ ભવનાથ ક્ષેત્રમાં શિવરાત્રીના મેળા દરમિયાન મહિલા પોલીસ અધિકારી સાથે ગેરવર્તન કરવાનો મામલો ગરમાયો છે.

જૂનાગઢના પ્રસિદ્ધ ભવનાથ ક્ષેત્રમાં શિવરાત્રીના મેળા દરમિયાન મહિલા પોલીસ અધિકારી સાથે ગેરવર્તન કરવાનો મામલો ગરમાયો છે. આ ઘટનામાં આરોપી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્ઝર કીર્તિ પટેલ આજે પોતાના વકીલ સાથે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ છે. મહિલા પોલીસ ઈન્સ્પેક્ટર (PI) ની ફરજમાં રુકાવટ અને ગેરવર્તન કરવા બદલ તેની સામે કાયદેસરની ફરિયાદ નોંધાઈ હતી.

મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે જૂનાગઢના ભવનાથ તળેટીમાં આવેલા મૃગી કુંડમાં સ્નાન કર્યા બાદ કીર્તિ પટેલ અને ત્યાં ફરજ પર તૈનાત મહિલા પી.આઈ. વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આરોપ છે કે કીર્તિ પટેલે પોલીસ અધિકારી સાથે ઉદ્ધત વર્તન કર્યું હતું અને તેમની સરકારી ફરજમાં અડચણ ઊભી કરી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, ત્યારબાદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આજે કીર્તિ પટેલ કાયદાકીય સલાહકાર સાથે પોલીસ મથકે પહોંચતા જ જૂનાગઢ તાલુકા પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. હાલમાં પોલીસ દ્વારા તેનું સત્તાવાર નિવેદન લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કાયદાનું ઉલ્લંઘન કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે. આ કેસની તપાસ હાલ ચાલુ છે અને ટૂંક સમયમાં વધુ ખુલાસા થઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments