E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratVadodaraVadodara : બરોડા ડેરીની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું, 13 બેઠકો માટે 55...

Vadodara : બરોડા ડેરીની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું, 13 બેઠકો માટે 55 ઉમેદવારો મેદાનમાં

વડોદરા જિલ્લાની સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા ગણાતી બરોડા ડેરીની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે. આજે ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ થતા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. ડેરીની કુલ 13 બેઠકો માટે કુલ 55 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. હવે આગામી દિવસોમાં ફોર્મની ચકાસણી અને ખેંચવાની પ્રક્રિયા બાદ અંતિમ ઉમેદવારોની યાદી જાહેર થશે.

વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ ચૂંટણીની પ્રક્રિયા નીચે મુજબ આગળ વધશે: 28 ફેબ્રુઆરીના રોજ ભરાયેલા તમામ ફોર્મની કાયદેસરની તપાસ કરવામાં આવશે. 7 માર્ચ સુધી ઉમેદવારો પોતાનું નામાંકન પાછું ખેંચી શકશે. આ તારીખ બાદ જ ખબર પડશે કે કેટલી બેઠકો પર સીધો જંગ જામશે. આ ચૂંટણીમાં સૌથી મહત્વના સમાચાર ઝોન-11 માંથી આવી રહ્યા છે. આ બેઠક પર માત્ર એક જ ફોર્મ ભરાયું છે. બરોડા ડેરીના વર્તમાન વાઈસ ચેરમેન જી. બી. સોલંકીએ આ ઝોનમાંથી ઉમેદવારી નોંધાવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments