E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : અમદાવાદમાં વૃદ્ધ સાથે જબરી ઠગાઈ, કાર્ડ વેલિડિટી ચેક કરવાના બહાને...

Ahmedabad : અમદાવાદમાં વૃદ્ધ સાથે જબરી ઠગાઈ, કાર્ડ વેલિડિટી ચેક કરવાના બહાને 2.38 લાખનો ચુનો લગાવ્યો

અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં સાયબર ઠગાઈની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. BSNL માંથી નિવૃત્ત થયેલા એક વૃદ્ધને બેન્કના અધિકારી હોવાની ઓળખ આપી, ક્રેડિટ કાર્ડની પ્રોસેસના બહાને ઠગે તેમના ખાતામાંથી 2.38 લાખ રૂપિયા સેરવી લીધા છે. આ મામલે ભોગ બનનારે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આંબાવાડીમાં રહેતા 59 વર્ષીય પ્રદીપભાઈ નાયકે થોડા સમય પહેલા HSBC બેન્કના ક્રેડિટ કાર્ડ માટે ઓનલાઇન અરજી કરી હતી. ઠગોએ આ તકનો લાભ ઉઠાવી પ્રદીપભાઈનો સંપર્ક કર્યો હતો. ડિસેમ્બર 2025માં પ્રદીપભાઈ પર અલગ-અલગ નંબર પરથી ફોન આવ્યા હતા. ફોન કરનારે બેન્ક અધિકારી હોવાનો દાવો કરી તેમની પાસેથી પાનકાર્ડ અને પે-સ્લિપ ઇમેઇલ દ્વારા મંગાવી હતી. પાંચમી ડિસેમ્બર 2025ના રોજ ઠગે ક્રેડિટ કાર્ડની લિમિટ નક્કી કરવાના બહાને પ્રદીપભાઈને એક લિંક મોકલી વીડિયો કોલ કરાવ્યો હતો.

વીડિયો કોલ દરમિયાન ઠગે પ્રદીપભાઈને તેમનું જૂનું ‘AU સ્મોલ ફાઇનાન્સ બેંક’નું કાર્ડ બતાવવા કહ્યું હતું. તેણે જેવું કાર્ડ વીડિયો કોલ પર બતાવ્યું, તે સાથે જ ઠગે કાર્ડની વિગતો મેળવી લીધી હતી. ત્યારબાદ તેમના મોબાઈલ પર OTP આવવા લાગ્યા હતા. જોતજોતામાં 1,10,217 અને પછી 1,27,980ના બે મોટા ટ્રાન્ઝેક્શન થઈ ગયા હતા. કુલ 2,38,197 રૂપિયા કપાઈ જતાં પ્રદીપભાઈ સ્તબ્ધ થઈ ગયા હતા.

પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતા જ પ્રદીપભાઈએ સેટેલાઇટ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે અજાણ્યા ઠગ વિરુદ્ધ ગુનો નોંધી જે મોબાઈલ નંબર અને બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર થઈ છે તેના આધારે તપાસ ચક્ર ગતિમાન કર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments