E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeIndiaNational : દેશના સર્વોચ્ચ કમાન્ડરનું 'પ્રચંડ' પરાક્રમ: રાષ્ટ્રપતિ મુર્મૂએ પાકિસ્તાન સરહદ નજીક...

National : દેશના સર્વોચ્ચ કમાન્ડરનું ‘પ્રચંડ’ પરાક્રમ: રાષ્ટ્રપતિ મુર્મૂએ પાકિસ્તાન સરહદ નજીક હેલિકોપ્ટરમાં ઉડાન ભરી ઈતિહાસ રચ્યો

ભારતની સૈન્ય શક્તિમાં આજે એક નવું પ્રકરણ ઉમેરાયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શુક્રવારે જેસલમેર એરફોર્સ સ્ટેશન પરથી સ્વદેશી લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર(LCH) ‘પ્રચંડ’માં ઉડાન ભરી હતી. આ સાથે જ તેઓ ‘પ્રચંડ’માં કો-પાયલટ તરીકે ઉડાન ભરનાર દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બની ગયા છે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ આ અગાઉ ફાઈટર પ્લેન સુખોઈ અને રાફેલમાં પણ ઉડાન ભરી ચૂક્યા છે, જે ક્ષમતા ધરાવનાર તેઓ દેશના એકમાત્ર રાષ્ટ્રપતિ છે.

સવારે લગભગ 9:15 વાગ્યે વાયુસેના સ્ટેશન પહોંચેલા રાષ્ટ્રપતિને સૈન્ય અધિકારીઓએ હેલિકોપ્ટરની ખાસિયતો વિશે ઝીણવટભરી માહિતી આપી હતી. ત્યારબાદ, સવારે 10:15 વાગ્યે ગ્રુપ કેપ્ટન એન.એસ. બહુઆ સાથે તેમણે આકાશમાં ઉડાન ભરી હતી. આ ઉડાન દરમિયાન રાષ્ટ્રપતિએ ભારત-પાકિસ્તાન સરહદી વિસ્તારો અને પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું, જે વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વનું માનવામાં આવે છે.

સાંજે રાષ્ટ્રપતિ પોખરણ ખાતે વાયુસેનાના સૌથી મોટા યુદ્ધાભ્યાસ ‘વાયુ શક્તિ-2026’ના સાક્ષી બનશે. પાકિસ્તાન સરહદ નજીક યોજાનારા આ શૌર્ય પ્રદર્શનમાં ભારતીય વાયુસેનાના ફાઈટર પ્લેન પોતાની ઘાતક મારક ક્ષમતા અને સચોટ લક્ષ્ય ભેદવાની કળાનું પ્રદર્શન કરશે. આ ગૌરવશાળી પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રાજ્યપાલ હરિભાઉ બાગડે અને મુખ્યમંત્રી ભજનલાલ શર્મા સહિત સેનાના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments