E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratVadodaraVadodara : દુપટ્ટો બદલવા બાબતે બબાલ, મહિલા અને બે શખ્સોએ વેપારીને માર...

Vadodara : દુપટ્ટો બદલવા બાબતે બબાલ, મહિલા અને બે શખ્સોએ વેપારીને માર માર્યો

સંસ્કારી નગરી વડોદરાના ભરચક ગણાતા માંડવી વિસ્તારમાં ખરીદી બાબતે થયેલી બોલાચાલી બાદ મારામારીની ઘટના સામે આવી છે. એક મહિલા ગ્રાહકે ખરીદેલો દુપટ્ટો બદલવા બાબતે દુકાનદાર સાથે તકરાર કરી હતી, જે બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. આ અંગે વડોદરા સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ તેજ કરી છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, એક મહિલા ગ્રાહકે થોડા દિવસો અગાઉ માંડવીની એક દુકાનમાંથી દુપટ્ટો ખરીદ્યો હતો. આ મહિલા ગ્રાહક ગતરોજ દુપટ્ટો બદલાવવા માટે ફરી દુકાને આવી હતી. દુકાનદારે નિયમ મુજબ જૂનું બિલ માંગ્યું હતું. જોકે, મહિલા પાસે બિલ ન હોવાથી દુકાનદારે બિલ વગર વસ્તુ બદલી આપવાનો ઈન્કાર કર્યો હતો. આ સાંભળતા જ મહિલા ઉશ્કેરાઈ ગઈ હતી અને દુકાનદાર સાથે ગાળાગાળી કરવા લાગી હતી.

બોલાચાલી દરમિયાન મહિલાની સાથે આવેલા બે પુરૂષોએ પણ લડાઈમાં ઝંપલાવ્યું હતું અને દુકાનદારને જાહેરમાં માર મારવાનું શરૂ કર્યું હતું. બજારની વચ્ચે વેપારી પર થયેલા હુમલાને પગલે અન્ય વેપારીઓ પણ એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતા સીટી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે ભોગ બનનાર વેપારીની ફરિયાદના આધારે હુમલો કરનાર મહિલા અને બે પુરૂષો વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments