E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBollywoodEntertainment : Ramayan ફેમ દીપિકા ચિખલિયાની પુત્રી જુહીના થયા લગ્ન, અભિનેત્રીએ શેર...

Entertainment : Ramayan ફેમ દીપિકા ચિખલિયાની પુત્રી જુહીના થયા લગ્ન, અભિનેત્રીએ શેર કર્યા ફોટો…………

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે લગ્નનો માહોલ ચાલી રહ્યો છે. રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ ઉદયપુરમાં પારંપરિક રિવાજ મુજબ લગ્ન કર્યા. દરમિયાન વધુ એક સેલેબ્સના ઘરે શરણાઈ વાગી. રામાયણ ફેમ ‘સીતા’ દીપિકા ચિખલિયાની પુત્રી જુહીના લગ્ન થયા. અભિનેત્રીએ પુત્રીના લગ્નના ફોટો શેર કર્યા. તેમની પુત્રીના લગ્નના ફોટાનો એક વીડિયો ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. જુહીની વિદાય દરમિયાન તે ખૂબ જ ભાવુક થઈ ગઈ. દીપિકાએ જુહીના વરમાળા સમારોહથી મંડપ સુધીના ફોટા શેર કર્યા.

અભિનેત્રી દીપિકા ચિખલિયાએ તેમની પુત્રીના લગ્ન ખૂબ જ ખાનગી રાખ્યા હતા. લગ્ન પૂર્ણ થયા બાદ અભિનેત્રીએ પુત્રીના લગ્નના ફોટા અને વીડિયો શેર કર્યા છે. જેમાં તેમની પુત્રી અને જમાઈને શુભેચ્છા પાઠવી છે. ચાહકો આ ફોટા પર પ્રેમ વરસાવી રહ્યા છે. દીપિકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પુત્રીના લગ્નનો એક વીડિયો શેર કરેલ વીડિયોમાં જુહી સોનેરી લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ ક્ષણ દીપિકા માટે ખૂબ જ ભાવનાત્મક હતી. તેની પુત્રીની વિદાય દરમિયાન તે ભાવુક થતી જોવા મળી હતી. લગ્નના એક વીડિયોમાં દીપિકા સાસુ તરીકે ખુશીથી નાચતી જોઈ શકાય છે.

દીપિકાના ચહેરા પરનો આનંદ સૂચવે છે કે તે આ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહી હતી. ત્યારબાદ તેણીએ “મિઠાલા કા કાન કાન ખીલા” ગીત પર નૃત્ય કરીને તેના જમાઈનું સ્વાગત કર્યું. ચાહકોનું કહેવું છે કે આટલી પ્રખ્યાત અભિનેત્રી હોવા છતાં, તેણે જે રીતે તેના જમાઈનું સ્વાગત કર્યું તે પ્રશંસનીય છે. એક ચાહકે લખ્યું, “દીપિકાના મૂલ્યો.” બીજા ઘણા લોકોએ તેને હૃદયસ્પર્શી ક્ષણ ગણાવી.

અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલ એક વીડિયોમાં તે ઢોલ પર બેઠી નાચતી જોવા મળી રહી છે. દીકરીના લગ્ન દરેક માતાના જીવનમાં એક ખાસ ક્ષણ હોય છે. એકબાજુ પોતાની દીકરી અલગ થવાનું દર્દ હોય છે, ત્યાં બીજી બાજુ તે નવા જીવનની શરૂઆત કરે છે તેનો આનંદ પણ હોય છે. દીપિકા ચિખલિયા સાથે પણ આવું જ બન્યું. પોતાની દીકરીના લગ્નમાં તે ક્યારેક ભાવુક જોવા મળી હતી, તો ક્યારેક ઢોલના તાલે નાચતી જોવા મળી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments