E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratAhmedabad : બ્યુટી પાર્લરમાં જઇને રૃપિયા પડાવતી મહિલા ગેંગ પકડાઇ

Ahmedabad : બ્યુટી પાર્લરમાં જઇને રૃપિયા પડાવતી મહિલા ગેંગ પકડાઇ

નરોડા પોલીસે બ્યુટી પાર્લરમાં જઇને મહિલાઓને વાતમાં ભોળવીને રૃપિયા પડાવતી મહિલા ગેંગને પકડી પાડી હતી. જેમાં બ્યુટી પાર્લરમાં જઇને માતાજી આવે છે દુખ દૂર કરી આપીશું કહીને ધૂણીને ધાર્મિક વિધી કરવાના બહાને મહિલાઓ પાસેથી રૃપિયા તથા દાગીના પડાવતી હતી. તાજેતરમાં નરોડાના બ્યુટી પાર્લરમાં જઇ હતી અને મહિલા પાસેથી રોકડ તથા દાગીના મળી કુલ રૃા. ૮૫ હજાર પડાવ્યા હતા. મહિલાઓ પાસેથી પોલીસે રૃા. ૧.૭૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

નરોડા બ્યુટી પાર્લરમાં જઇ દિકરીઓને લગ્ન છે તૈયાર કરવાનો ભાવ પૂછી રૃા. ૮૫ હજારની ચોરી કરી ઃદહેગામ, પાલનપુર, છાપી,પાટણ સહિત ૧૧ ગુના આચર્યા

નરોડા પોલીસે સીસીટીવી ફૂટેજ અને મોબાઇલ લોકેશન આધારે દહેગામ તાલુકાના બે મહિલાની ધરપકડ કરી અને મહેમદાવાદના હળદર ગામના સોની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં બે દિવસ પહેલા નરોડા ખાતે પાયલનગરમાં એક બ્યુટી પાર્લરમાં આ બન્ને મહિલાઓ ગઇ હતી અને પોતાની દિકરીઓને લગ્ન માટે તૈયાર કરવા માટે રૃપિયા કેટલા થશે તેમ કહીને મહિલાની નજર ચૂકવીને રોકડ અને દાગીના સહિત કુલ રૃા. ૮૫ હજારની ચોરી કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments