E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratAhmedabad : સરખેજ, રામોલ અને અમરાઇવાડીમાં કોમ્બીંગ નાઇટમાં ૧૦૦થી વધુ કેસ

Ahmedabad : સરખેજ, રામોલ અને અમરાઇવાડીમાં કોમ્બીંગ નાઇટમાં ૧૦૦થી વધુ કેસ

અમદાવાદ ક્રાઇમબ્રાંચ અને સ્થાનિક પોલીસે સરખેજ, રામોલ અને અમરાઇવાડી સહિતના વિસ્તારમાં કોમ્બીંગ નાઇટ દરમિયાન ૧૦૦થી વધુ ગુના નોંધીને કાર્યવાહી કરી છે. આ ઉપરાંત, ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વો વિરૂદ્ધ તપાસ કરવામાં આવી હતી. અમદાવાદના રામોલ, અમરાઇવાડી અને સરખેજ વિસ્તારમાં ક્રાઇમબ્રાંચ અને સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સરપ્રાઇઝ કોમ્બીંગ નાઇટમાં મોટાપ્રમાણમાં કાર્યવાહી કરવામાં આવી હતી.

સરખેજ, રામોલ અને અમરાઇવાડીમાં કોમ્બીંગ નાઇટમાં ૧૦૦થી વધુ કેસ 2 - imageજેમાં પોલીસે ૧૦૦ જેટલી કાર અને ટુ વ્હીલરમાં ચેકિંગ કરીને  એમવી એક્ટ હેઠળ ૫૮ કેસ નોંધાયા હતા. જ્યારે દારૂ પીધેલી હાલતમાં ૧૦ શખ્સો અને  દારૂના જથ્થા સાથે ૪ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.

ડ્રગ્સની હેરફેરમાં અગાઉ સંકળાયેલા પેડલરના ઘરે તપાસ કરવાની સાથે ૪૨થી વધુ માથાભારે ગુનાહિત વ્યક્તિઓની ચકાણસણી કરવામાં આવી હતી. પોલીસે કોમ્બીંગ નાઇટ દરમિયાન ૧૦૦થી વધુ ગુના નોંધીને કાર્યવાહી કરી હતી. અમદાવાદમાં આગામી સમયમાં અલગ અલગ  વિસ્તારોમાં પણ સરપ્રાઇઝ કોમ્બીંગ કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments