E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratVadodaraVadodara : દાંડિયાબજારમાં 'રફતારનો કહેર', બેફામ બાઈક ચાલકે બે યુવતીઓને અડફેટે લીધી

Vadodara : દાંડિયાબજારમાં ‘રફતારનો કહેર’, બેફામ બાઈક ચાલકે બે યુવતીઓને અડફેટે લીધી

વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક વ્યવસ્થા જાણે કથળી હોય તેમ એક પછી એક ગંભીર અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે. આજે શહેરના મધ્યમાં આવેલા દાંડિયાબજાર વિસ્તારમાં વધુ એક હચમચાવી દેતો અકસ્માત સામે આવ્યો છે, જેમાં બે યુવતીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.મળતી વિગતો અનુસાર, દાંડિયાબજાર વિસ્તારમાં લકડી પુલ પાસે એક પુરપાટ ઝડપે આવતા બાઈક ચાલકે મોપેડ સવાર બે યુવતીઓને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર વાગતા જ બંને યુવતીઓ હવામાં ફંગોળાઈને રોડ પર પટકાઈ હતી.

અકસ્માત થતા જ આસપાસના લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં બંને યુવતીઓને 108 મારફતે તાત્કાલિક સયાજી હોસ્પિટલ (SSG) ખાતે ખસેડવામાં આવી છે. હાલમાં બંનેની હાલત નાજુક હોવાનું અને તેઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે બાઈક ચાલક અત્યંત ભયજનક ઝડપે વાહન ચલાવી રહ્યો હતો. અકસ્માત સર્જ્યા બાદ માનવતા દાખવવાને બદલે બાઈક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરાર બાઈક ચાલકની ઓળખ કરી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.વડોદરાના માર્ગો પર વધી રહેલી વાહનોની ગતિ અને નિયમોનું ઉલ્લંઘન નિર્દોષ લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યું છે. શહેરના ભરચક વિસ્તારોમાં પણ જો આવી રીતે કેટલાક લોકો પૂરપાટ ઝડપે વાહનો ચલાવતા હોય તો ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ મોટા સવાલો ઉભા થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments