ગુજરાત સરકાર દ્વારા માઉન્ટ આબુ ખાતે નિ:શુલ્ક પર્વતારોહણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. 8 થી 45 વર્ષના લોકો માટે વિવિધ કોર્સ માટે રહેવા-જમવાની ફ્રી વ્યવસ્થા કરવામાં આવશે.
ગુજરાતના સાહસિક યુવાનો અને બાળકો માટે રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા એક શાનદાર તક પૂરી પાડવામાં આવી છે. રાજસ્થાનના માઉન્ટ આબુ સ્થિત ‘સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા’ ખાતે આગામી મે મહિનાથી વિવિધ પર્વતારોહણ કોર્સનું નિ:શુલ્ક આયોજન કરવામાં આવ્યું છે.
એડવાન્સ રોક ક્લાઇમ્બીંગ: 15 થી 45 વર્ષના ઉમેદવારો માટે (18 મે થી 1 જૂન, 2026). આ માટે બેઝિક કોર્સ પાસ હોવો જરૂરી છે
કોચિંગ રોક ક્લાઇમ્બીંગ: 16 થી 45 વર્ષના અને ધોરણ 10 પાસ ઉમેદવારો માટે (9 મે થી 7 જૂન, 2026). આ માટે એડવાન્સ કોર્સ પાસ હોવો જરૂરી છે.

સરકાર ઉઠાવશે તમામ ખર્ચ
પસંદગી પામનાર ઉમેદવારો માટે આ તાલીમ સંપૂર્ણપણે નિ:શુલ્ક છે. તાલીમાર્થીઓને રહેવા, જમવા અને તાલીમનો કોઈ ખર્ચ ભોગવવાનો રહેશે નહીં. એટલું જ નહીં, વતનથી માઉન્ટ આબુ આવવા-જવા માટે ST બસ અથવા રેલવેના સેકન્ડ ક્લાસનું ભાડું પણ સરકાર દ્વારા આપવામાં આવશે.
કેવી રીતે કરશો અરજી?
રસ ધરાવતા ગુજરાતના વતની ઉમેદવારોએ 31 માર્ચ, 2026 સુધીમાં પોતાની અરજી મોકલી આપવાની રહેશે.
ફોર્મ ક્યાં મળશે?
સંસ્થાના ફેસબુક પેજ (
પરથી ફોર્મ ડાઉનલોડ કરી શકાશે.
જરૂરી દસ્તાવેજો
રહેઠાણનો પુરાવો, તબીબી પ્રમાણપત્ર (મેડિકલ ફિટનેસ), જન્મ તારીખનો પુરાવો અને વાલીનું સંમતિપત્ર.
અરજી ક્યાં મોકલવી?
આચાર્યશ્રી, સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, ગૌમુખ રોડ, માઉન્ટ આબુ – 307501.
વધુ માહિતી માટે ઉમેદવારો ઓફિસ સમય દરમિયાન સંસ્થાના મોબાઈલ નંબર 6377890298 પર સંપર્ક કરી શકે છે. સાહસના શોખીન યુવાનો માટે આ પોતાની ક્ષમતા ચકાસવાની શ્રેષ્ઠ તક છે.


