સુરક્ષા દળો દ્વારા સતત પેટ્રોલિંગ અને સીસીટીવી મારફતે નજર રાખવામાં આવી રહી છે. દૂતાવાસ તરફ જતાં માર્ગો પર ચેકિંગ કડક બનાવાઈ છે અને શંકાસ્પદ હલચલ પર તરત કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવી છે.
ઈરાન-અમેરિકા વચ્ચે વધતા તણાવની અસર હવે દેશની રાજધાની દિલ્હી સુધી પહોંચી છે. સુરક્ષા એજન્સીઓએ સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. દિલ્હીમાં આવેલા અમેરિકન દૂતાવાસ અને તેની આસપાસના વિસ્તારોમાં ખાસ સુરક્ષા વ્યવસ્થા અમલમાં મૂકાઈ છે. દૂતાવાસ બહાર વધારાના પોલીસ જવાનો, પેરામિલિટરી દળો અને ક્વિક રિએક્શન ટીમો તૈનાત કરવામાં આવી છે.

સુરક્ષા દળો દ્વારા સતત પેટ્રોલિંગ અને સીસીટીવી મારફતે નજર રાખવામાં આવી રહી છે. દૂતાવાસ તરફ જતાં માર્ગો પર ચેકિંગ કડક બનાવાઈ છે અને શંકાસ્પદ હલચલ પર તરત કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. દિલ્હી પોલીસે સમર્થકો તેમજ વિરોધીઓની પ્રવૃત્તિઓ પર પણ નજીકથી નજર રાખી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈપણ પ્રકારના પ્રદર્શન, રેલી અથવા ભેગા થવા માટે મંજૂરી આપવામાં આવશે નહીં. સોશિયલ મીડિયા પર પણ ભડકાઉ પોસ્ટ્સ અને અફવાઓ પર નજર રાખવા માટે વિશેષ ટીમો કાર્યરત છે. અધિકારીઓએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા અપીલ કરી છે. સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં સુરક્ષા સજ્જતા વધારી દેવામાં આવી છે.


