E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratGujarat : ચંદ્રગ્રહણ ગુજરાતમાં સાંજે 6-36 એ અંશતઃ જ દેખાશે : 7-53એ...

Gujarat : ચંદ્રગ્રહણ ગુજરાતમાં સાંજે 6-36 એ અંશતઃ જ દેખાશે : 7-53એ ગ્રહણ પૂરૂં

ચંદ્રગ્રહણ દેશના સ્થાનિક સમય મૂજબ બપોરે 2 ક. 14 મિ. 25 સેકન્ડે શરૂ થશે પરંતુ, દરેક દેશના દરેક રાજ્યો-શહેરમાં તે અલગ અલગ સમયે અંશતઃ કે પૂર્ણ (ખગ્રાસ કે ખંડગ્રાસ) જોવા મળશે. ગુજરાતમાં તે સાંજે 6-36 વાગ્યે અંશતઃ જ દેખાશે. પરંતુ, દેશમાં તમામ સ્થળે ગ્રહણ પૂર્ણ થવાનો સમય સમાન સાંજે 7-53 વાગ્યાનો છે. 

સમગ્ર વિશ્વમાં 558 કરોડ એટલે કે 68.76 ટકા વસ્તી આ ગ્રહણ વધતા ઓછા અંશે જોઈ શકશે પરંતુ, તેમાં ગ્રહણનો સંપૂર્ણ તબક્કા તો માત્ર 250 કરોડ લોકો જ જોઈ શકશે. ગ્રહણની શરૂઆત બપોરે 2.14 વાગ્યે પણ અંશતઃ ગ્રહણની શરૂઆત બપોરે 3.20 વાગ્યે થશે. સાંજે 4.34 એ પૂર્ણ ગ્રહણ શરૂ થશે અને સાંજે 5.30 વાગ્યે તે પૂર્ણ કક્ષાએ પહોંચશે.ભારતમાં અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, પૂર સહિત પૂર્વોતરના રાજ્યો તેમજ આંદામાન ટાપુમાં ગ્રહણ 100 ટકા દેખાશે ત્યારે ગુજરાત સહિત મોટાભાગના રાજ્યોમાં તે અંશતઃ નજરે પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments