અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ભયંકર યુદ્ધ બોલીવુડ અભિનેત્રી ઇશા ગુપ્તા ઘરે પરત ફરી છે. ઇશા ગુપ્તાએ પોસ્ટ કરી ફેન્સને આ ખુશ ખબરી આપી. એશા ગુપ્તા અબુ ધાબીમાં હતી અને ઘરે પાછા ફરવાનો પ્રયાસ કરી રહી હતી. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેની પરિસ્થિતિ અપડેટ કરતા લખ્યું કે તે “ડરામણો સમય” હતો. પરંતુ હવે તે ભારત પાછી ફરી છે અને સુરક્ષિત છે. આ સાથે જ અભિનેત્રીએ UAE સરકારની કામગીરીની પ્રશંસા કરતા એરપોર્ટ સ્ટાફ અને હોટલ સ્ટાફનો આભાર માન્યો.
યુદ્ધની ભયંકર સ્થિતિ વચ્ચે એશા ગુપ્તા આજે 3 માર્ચના રોજ ઘરે પરત ફરી છે. ઇશાએ તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર તેના ચાહકો સાથે આ ખુશખબર શેર કરી. તેણે એરલાઇન્સ, UAE સરકાર અને હોટલ સ્ટાફનો તેમની મદદ બદલ આભાર માન્યો. અભિનેત્રીએ એક લાંબી નોંધ શેર કરી જેમાં તેણે લખ્યું, “હું ઘરે પાછી ફરી છું. બધાની પ્રાર્થના અને શુભકામનાઓ બદલ આભાર. અમે બધા જે પરિસ્થિતિમાં હતા તે ખૂબ જ મુશ્કેલ હતી. ખરેખર, ભગવાનની કૃપાથી, હું સુરક્ષિત છું.

પોતાની પોસ્ટમાં અભિનેત્રીએ UAE સરકારની પ્રશંસા કરી. લખ્યું કે “મારે અહીં કહેવું જ જોઇએ કે મેં જે જોયું તે UAE ની તાકાત હતી. અમે અબુ ધાબી એરપોર્ટ પર હતા. ગ્રાઉન્ડ સ્ટાફ અને એરપોર્ટ સુરક્ષાએ તાત્કાલિક કાર્યવાહી કરી અને સમગ્ર પરિસ્થિતિ દરમિયાન શાંત રહ્યા, ભલે અમે બધા આ પરિસ્થિતિમાં સાથે હતા. મેં હજુ સુધી ચેક ઇન કર્યું ન હતું, તેથી હું પાછળ ફરીને અબુ ધાબીમાં મારી હોટેલ તરફ પાછી ફરી.”
ઇશાએ તે રાત્રે હોટલમાં મળેલા લોકો પાસેથી સાંભળેલી વાતો આગળ જણાવી. ઇશા ગુપ્તા સુરક્ષિત રીતે ઘરે પરત ફરી છે તે સાંભળીને આનંદ થયો. અભિનેત્રીના પરિવારે, ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે. ઈરાને અબુ ધાબીના ઝાયેદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સહિત ઈઝરાયલ અને યુએઈ પર અનેક મિસાઈલો છોડી હતી. ત્યારબાદ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. હાલમાં, ફક્ત મર્યાદિત સંખ્યામાં ફ્લાઇટ્સ ચલાવવાની મંજૂરી આપવામાં આવી રહી છે.


