E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratRajkotGondal : નામચીન બ્રાન્ડના ડુપ્લીકેટ ગુટખા-બીડી વેચતું રેકેટ પકડાયું, ગોડાઉનમાંથી લાખોનો નકલી...

Gondal : નામચીન બ્રાન્ડના ડુપ્લીકેટ ગુટખા-બીડી વેચતું રેકેટ પકડાયું, ગોડાઉનમાંથી લાખોનો નકલી જથ્થો ઝડપાયો

ગોંડલ ગુંદાળા રોડ પર આવેલા એક ગોડાઉનમાં જાણીતી કંપનીઓના નામે ડુપ્લીકેટ તમાકુ, બીડી અને પાન મસાલાનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.રાજકોટ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ ગોંડલ શહેરમાં નકલી ચીજવસ્તુઓ વેચતા માફિયાઓ સામે લાલ આંખ કરી છે. ગુંદાળા રોડ પર આવેલા એક ગોડાઉનમાં જાણીતી કંપનીઓના નામે ડુપ્લીકેટ તમાકુ, બીડી અને પાન મસાલાનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

પોલીસે ગુંદાળા રોડ પર આવેલા ‘વિશ્વાસ’ નામના ગોડાઉનમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ત્યાંથી બાગબાન અને સુરેશ તમાકુ, સાબળે અને ચારભાઇ બીડી તેમજ RMD પાન મસાલા જેવી પ્રખ્યાત બ્રાન્ડનો ડુપ્લીકેટ જથ્થો મળી આવ્યો હતો. આરોપીઓ ઓરિજિનલ પેકિંગ જેવું જ ડુપ્લીકેટ પેકિંગ બનાવી ગ્રાહકોને પધરાવી દેતા હતા.

આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ રૂપિયા 1,87,669 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે સ્થળ પરથી 45 વર્ષીય અશરફભાઇ મહંમદભાઇ સંજાતની ધરપકડ કરી છે. જ્યારે આ કૌભાંડમાં સામેલ ગોંડલના જ મનોજભાઇ ગીરધરભાઇ નામના અન્ય એક શખ્સની ધરપકડ કરવાની તજવીજ બાકી છે.SOG એ આ સમગ્ર મામલે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ નકલી જથ્થો ક્યાં બનાવવામાં આવતો હતો અને રાજ્યમાં અન્ય કયા કયા સ્થળોએ સપ્લાય કરવામાં આવતો હતો, તે દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે. જાણીતી બ્રાન્ડના નામે નકલી વસ્તુઓ ખાવાથી લોકોના આરોગ્ય સાથે પણ ગંભીર ચેડાં થતા હોવાનું સામે આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments