E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeLIFE STYLEHoli 2026 : હોળીમાં સ્માર્ટફોનથી ફોટોગ્રાફી કરવા માટેની આ છે જાદુઈ ટિપ્સ,...

Holi 2026 : હોળીમાં સ્માર્ટફોનથી ફોટોગ્રાફી કરવા માટેની આ છે જાદુઈ ટિપ્સ, ફોન બગડવાનો ડર થશે દૂર

હોળી તહેવારમાં સુંદર અને રંગીન ફોટા લેવા માટે તમારે મોંઘા કેમેરાની જરૂર નથી, તમે સ્માર્ટફોનથી ફોટા લઈ શકો છો. આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે, લોકો પોતાના રૂટિન અને ખાસ પ્રસંગોના ફોટા પોતાના ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક પર શેર કરે છે. હોળીમાં તમે પોતાની સેલ્ફી અને ફોટા શેર કરવા માગો છો, પરંતુ પાણી અને રંગોની ધમાલમાં ફોનથી ફોટો પાડવા કયાંક જોખમી બની શકે છે. તમારા ફોનમાં પાણી જતું રહે અથવા રંગો જાય તો તે બગડવાની સંભાવના વધે છે. પરંતુ જાદુઈ પદ્ધતિનો ઉપયોગ કરી તમે સ્માર્ટફોનથી સુંદર તસવીર કેચ કરી શકો છો.

હોળીમાં પાણી અને રંગોનો ઉપયોગ થાય છે. દરમિયાન તમારા ફોનને સુરક્ષિત રાખવા તમે તેના પર સૌ પહેલા પ્લાસ્ટીક કવર લગાવી લો. ફોન તમારી સાથે જ રાખવા તમે એક ચેઇન પણ સાથે લગાવી શકો છો.કોઈ રંગ કે પાણી ફેંકે છે,આ દ્રશ્યને ફોનમાં શૂટ કરવું હોય તો તેને ધીમી ગતિમાં રેકોર્ડ કરો. આનાથી સામાન્ય લાગતી ક્ષણ પણ અતિ સિનેમેટિક લાગે છે.
પાણી અને ધૂળથી ફોનને બચાવો. સામાન્ય રીતે બીચ પર ધૂળ અને પાણી બંને જોવા મળે છે. જો તમે બીચ પર કે વરસાદમાં હોળી રમતા હોવ તો ફોટા પાડવા માટે વોટરપ્રૂફ પાઉચનો ઉપયોગ કરો.

તમારો સ્માર્ટ ફોર્ન અથવા લેટેસ્ટ મોડલનો ફોન હોય તો તેના પર ખાસ કવર રાખો. તમારા મોંઘા કવરને જૂના અથવા સસ્તા બેક કવરથી બદલો. આથી જયારે કોઈ રંગ નાખે ત્યારે ફોન અને તેના કવરને નુકસાન ના થાય.

હોળી દરમિયાન લોકો સતત ફરતા રહે છે. તેથી, એક પછી એક ફોટા લેવાને બદલે, ‘બર્સ્ટ મોડ’નો ઉપયોગ કરો. આ એક સેકન્ડમાં અનેક ફોટા ક્લિક કરશે, જેનાથી તમે હવામાં ઉડતા ગુલાલનો સંપૂર્ણ ફોટો કેપ્ચર કરી શકશો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments