E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeLIFE STYLELifeStyle : હોળીમાં પીવાતી ભાંગનો નશો ઝડપથી કેવી રીતે ઉતારવો? જાણો...

LifeStyle : હોળીમાં પીવાતી ભાંગનો નશો ઝડપથી કેવી રીતે ઉતારવો? જાણો ઘરેલુ ઉપાય

હોળી તહેવારમાં રંગો અને પાણીથી રમવાનો લોકો આનંદ માણે છે. આ તહેવારમાં સ્વાદિષ્ટ વાનગીઓ અને ઠંડાઈ પીવાનો ટ્રેન્ડ છે. આજે પણ ભારતમાં અનેક સ્થાનો પર હોળીમાં લોકો ભાંગ પીવે છે. ઠંડાઈ, પકોડા અથવા મીઠાઈ ખાવાનો આનંદ માણતા કયારેક વધુ પડતી ભાંગ લઈ લે છે. નિયત માત્રા કરતાં વધુ ભાંગ પીવાથી નશો થાય છે, બીજા દિવસે, માથામાં ભારેપણું, ચક્કર, મૂંઝવણ, ગભરાટ અથવા વધુ પડતી તરસ જેવી સમસ્યાઓ શરૂ થાય છે. હોળી પર પીવાતી ભાંગનો નશો ઉતારવા તમે આ ઘરેલ ઉપાય અજમાવી શકો છો.

ભાંગ શરીરમાં ડિહાઈડ્રેશન પેદા કરે છે. તેથી વધુ પડતી ભાંગ પીધી હોય તો પાણીનું સેવન કરો. ખાટા ફળો અથવા લીંબુ પાણી પીવાથી નશો જલ્દી ઉતરે છે. તેમાં રહેલું વિટામિન-C મગજને શાંત કરે છે. નાળિયેર પાણી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સની પૂર્તિ કરે છે. આ શરીરની પાણીની જરૂરિયાતને પૂર્ણ કરે છે અને ઝેરી તત્વોને બહાર કાઢે છે. ભાંગના કારણે થયેલ હેંગઓવર ધીમે ધીમે ઓછું થાય છે.

દહીં ખાવાથી ભાંગનો નશો ઓછો થાય છે. તે પેટને ઠંડક આપે છે. આદુનો નાનો ટુકડો ચાવવો અથવા ફળો (જેમ કે કેળા કે સફરજન) ખાવાથી પાચન સુધરે છે અને હેંગઓવરમાં રાહત મળે છે. ખાટી વસ્તુઓ ખાવાથી ભાંગની અસર ઓછી થાય છે. ઠંડા પાણીથી નહાવાથી શરીરની જડતા ઓછી થાય છે અને મન તાજગી અનુભવે છે. ભાંગનો નશો ચઢયો હોય તો ઠંડા પાણીનું સ્નના કરો. ભાંગની અસર ઓછી કરવા માટે શાંત જગ્યાએ લાંબી ઊંઘ લેવી સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. જો વ્યક્તિ બેભાન થઈ જાય અથવા શ્વાસ લેવામાં તકલીફ પડે, તો તરત જ નજીકના ડૉક્ટરનો સંપર્ક કરવો.

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments