E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratSuratSurat : સુરતીઓમાં ડેસ્ટીનેશન ધુળેટીનો વધતો ક્રેઝ : ધુળેટીના રંગ સાથે મસ્તીનો...

Surat : સુરતીઓમાં ડેસ્ટીનેશન ધુળેટીનો વધતો ક્રેઝ : ધુળેટીના રંગ સાથે મસ્તીનો રંગ માટે સુરતીઓ પહોંચ્યા સંઘ પ્રદેશ-મહારાષ્ટ્ર

સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ચંદની પડવાની જેમ ધુળેટીમાં છાંટો પીણીના શોખીન સુરતીઓમાં ધુળેટીની ઉજવણી કેન્દ્ર શાસિત પ્રદેશ કે ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રના શહેરોમાં કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. આજે ગ્રહણના દિવસે વહેલી સવારથી જ કેટલાક પરિવારો મિત્રો સાથે સેલવાસ-દમણ-બોરડી અને નવાપુર તરફ જવા રવાના થયા છે તેઓ આવતીકાલે મન મુકીને ધુળેટીની ઉજવણી કરશે.

હોળી અને ધુળેટી વચ્ચે ધોકાનો દિવસ ગ્રહણ હોવાથી કેટલાક સુરતીઓની ઉજવણી ફિક્કી બની ગઈ છે. પરંતુ કેટલાક શોખીન સુરતીઓ ગ્રહણને બાજુએ મૂકીને ધુળેટીની ઉજવણી અસલ સુરતી સ્ટાઈલમાં છાંટો પાણી સાથે કરવાના મૂડમાં હોય તેઓ આજે સવારથી જ ડેસ્ટીનેશન ધુળેટીની ઉજવણી માટે ઘર બહાર નીકળી ગયા હતા. ‘છાંટા-પાણી’ના શોખીન સુરતીઓમાં ધુળેટી માટે સંઘ પ્રદેશો અને સરહદી મહારાષ્ટ્રના શહેરોમાં જવાનો ટ્રેન્ડ આ વર્ષે યથાવત છે અને આ વર્ષે પણ દ્રશ્ય કંઇક એવું જ જોવા મળી રહ્યું છે.. દમણ અને સેલવાસ ઉપરાંત બોરડી અને નવાપુર ધુળેટીના દિવસે સુરતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અહીંની હોટલ, ક્લબ અને રિસોર્ટમાં ધુળેટી સ્પેશિયલ પેકેજ જાહેર થતા જ એડવાન્સ બુકિંગ મોટી સંખ્યામાં થયું હોવાનું જાણવા મળ્યું છે. આજે વહેલી સવારથી જ કેટલાક યુવાનો અને પરિવારો પોતાના વાહનોમાં ડેસ્ટીનેશન સેલિબ્રેશન માટે નિકળી પડ્યા હતા.

આવતીકાલે ધુળેટીના દિવસે ગુજરાત બહાર સંઘ પ્રદેશ દમણ-સેલવાસ સાથે મહારાષ્ટ્રના બોરડી, નવાપુર સહિતના શહેરોમાં હોટલ-રીસોર્ટ, ફાર્મહાઉસ અને હોમ સ્ટેમાં પહોંચી ગયા છે. સુરતીઓના ડેસ્ટીનેશન માટેનું અનોખું કારણ ચર્ચામાં આવ્યું છે. ગુજરાતમાં દારૂબંધી હોવાને કારણે ‘રિસ્ક’ લેવા કરતાં કેટલાક શોખીન વર્ગ સંઘ પ્રદેશોમાં જ ઉજવણી કરવાનું પસંદ કરે છે. પરિણામે દમણ-સેલવાસના રિસોર્ટમાં ખાસ સુરતીઓ માટે અલગ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. સુરતીઓ તહેવાર ઉજવવામાં હંમેશા અગ્રેસર રહ્યા છે. હવે ધુળેટીમાં પણ ‘ડેસ્ટિનેશન સેલિબ્રેશન’નો ટ્રેન્ડ મજબૂત બનતા સંઘ પ્રદેશ અને મહારાષ્ટ્રના સરહદી શહેરોમાં સુરતીઓની રંગબેરંગી મસ્તી છવાઈ રહી છે અને તેના કારણે હોટલ ઉદ્યોગોને પણ ફાયદો થઈ રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments