મેષ : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે.
વૃષભ : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને સંતાવ્યા કરે.
મિથુન : આપના કાર્યની સાથે અડોશ-પડોશના કામમાં, ભાઈભાંડુ વર્ગ સગા-સંબંધીવર્ગના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને.
કર્ક : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપને સાનુકૂળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
સિંહ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. રાજકીય-સરકારી કામકાજ થઈ શકે.
કન્યા : આપે કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી પડે. આવેશ-ઉશ્કેરાટમાં આવી જઈને કોઈ કામ કરવું નહીં
તુલા : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં આવક જણાય.
વૃશ્ચિક : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈ ને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન- વાહનના કામ થઈ શકે.
ધન : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે. બઢતી-બદલીના કામમાં પ્રગતિ જણાય.
મકર : આપે તન-મન-ધનથી- વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક-વ્યવહારિક કામમાં ધ્યાન રાખવું.
કુંભ : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું થાય. અન્યનો સહકાર મળી રહેતાં રાહત જણાય.
મીન : આપના કામની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર-દોડધામ-શ્રમ વધે.


