E-Paper
Thursday, March 5, 2026
E-Paper
HomeSportsSports : ફાઈનલમાં પહોંચ્યું ન્યૂઝીલેન્ડ, સેમિ ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું, ફિન એલનની...

Sports : ફાઈનલમાં પહોંચ્યું ન્યૂઝીલેન્ડ, સેમિ ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું, ફિન એલનની સદી

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની પહેલી સેમિ ફાઈનલમાં આજે(4 માર્ચ) ન્યૂઝીલેન્ડની જીત થઈ છે અને દક્ષિણ આફ્રિકા હાર્યું છે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી. આ મેચની વિજેતા ટીમ ન્યૂઝીલેન્ડ 8 માર્ચે અમદાવાદમાં યોજાનારી ફાઇનલ માટે ક્વોલિફાય થઈ ચૂકી છે.

ન્યૂઝીલેન્ડની 9 વિકેટથી જીત, દક્ષિણ આફ્રિકા હાર્યું

T20 વર્લ્ડ કપ 2026ની પહેલી સેમિ ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાએ ન્યૂઝીલેન્ડને 170 રનનો ટાર્ગેટ આપ્યો હતો. એક સમયે દક્ષિણ આફ્રિકાએ માત્ર 77 રન પર 5 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ બાદમાં માર્કો યાનસેને 30 બોલમાં અણનમ 55 રનોની ઈનિંગ રમીને ટીમની વાપસી કરાવી. ટ્રસ્ટન સ્ટબ્સે મહત્ત્વપૂર્ણ 29 રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડ ટીમ માટે મૈટ હેનરી, કોલ મૈક્કોન્ચી અને રચિન રવીન્દ્રએ 2-2 વિકેટ ઝડપી. ત્યારબાદ ન્યૂઝીલેન્ડે ખતરનાક શરૂઆત કરી હતી. 12.5 ઓવરમાં 1 વિકેટના નુકસાને 173 રન બનાવીને 9 વિકેટથી જીત હાંસલ કરી લીધી.

ન્યૂઝીલેન્ડે ટોસ જીત્યો, દક્ષિણ આફ્રિકાની પહેલા બેટિંગ

ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે અને દક્ષિણ આફ્રિકા પહેલા બેટિંગ આપી છે.

ન્યૂઝીલેન્ડ (પ્લેઇંગ ઇલેવન): ટિમ સીફર્ટ, ફિન એલન, રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, ડેરિલ મિચેલ, જેમ્સ નીશમ, મિશેલ સેન્ટનર, કોલ મેકકોન્ચી, મેટ હેનરી, લોકી ફર્ગ્યૂસન

દક્ષિણ આફ્રિકા (પ્લેઇંગ ઇલેવન): એડન માર્કરામ, ક્વિન્ટન ડી કોક, રાયન રિકેલ્ટન, ડેવાલ્ડ બ્રેવિસ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, માર્કો જાનસેન, કોર્બિન બોશ, કાગિસો રબાડા, કેશવ મહારાજ, લુંગી એનગિડી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments