E-Paper
Thursday, March 5, 2026
E-Paper
HomeWorldWorld : હોર્મુઝમાં માત્ર ચીનના જહાજોને એન્ટ્રી, અન્ય દેશ પર પ્રતિબંધ, ડ્રેગનના...

World : હોર્મુઝમાં માત્ર ચીનના જહાજોને એન્ટ્રી, અન્ય દેશ પર પ્રતિબંધ, ડ્રેગનના નિર્ણય બાદ ઈરાનની ભેટ

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાને વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પૈકીના એક એવા હોર્મુઝ સ્ટ્રેટને લઈને મોટો નિર્ણય લીધો છે. સૂત્રો અનુસાર ઈરાને આ માર્ગ પરથી માત્ર ચીની જહાજોને જ પસાર થવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. ચીને અમેરિકા-ઈઝરાયલના ઈરાન પર હુમલાની ટીકા કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે અને આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પણ ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીની હત્યાને સાર્વભૌમ નેતાની ખુલ્લી હત્યા ગણાવીને રશિયા સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી.

હોર્મુઝમાં પ્રતિબંધ બાદ વૈશ્વિક સપ્લાય ખોરવાયો

હોર્મુઝની સામુદ્રધુની એ ફારસની ખાડીને ખુલ્લા સમુદ્ર સાથે જોડે છે અને તે સંયુક્ત આરબ અમીરાત તથા કતાર જેવા દેશો માટે તેલ-ગેસ નિકાસની જીવનરેખા સમાન છે. વિશ્વના કુલ તેલ પુરવઠાનો લગભગ 20 ટકા હિસ્સો આ માર્ગેથી પસાર થાય છે જે એશિયાઈ બજારો ખાસ કરીને ભારત અને ચીન માટે અત્યંત મહત્વનો છે. ઈરાન દ્વારા આ માર્ગ પર લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈનમાં મોટો અવરોધ ઊભો થવાની અને ઉર્જા બજારમાં ભારે અસ્થિરતા આવવાની ભીતિ છે.

ઈરાની લશ્કરનું જહાજોને કડક ચેતવણી

ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, હોર્મુઝ સ્ટ્રેટ પર તેમનું સંપૂર્ણ નિયંત્રણ છે અને મંજૂરી વગર પસાર થનારા કોઈપણ જહાજ પર મિસાઈલ કે ડ્રોન હુમલો કરવાનું જોખમ રહેશે. નિષ્ણાતોના મતે જો આ સ્થિતિ લાંબો સમય ચાલશે તો તેલની કિંમતોમાં મોટો ઉછાળો આવી શકે છે અને એશિયા સહિત યુરોપની ઉર્જા સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે. આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય સ્તરે શિપિંગ ખર્ચ અને દરિયાઈ વીમાના દરોમાં પણ ધરખમ વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments